Mehsana Couple Jumps into the Suflam Canal
  • Home
  • Featured
  • ‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી હસતાં મોઢે….

‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી હસતાં મોઢે….

 | 1:25 pm IST

આજના જમાનામાં પ્રેમનાં નામે પાખંડ કરનારાઓનો પાર નથી. ત્યાં સાચો પ્રેમ કરનારા લોકોને આજે પણ સમાજ એક થવા દેતો નથી. આવો જ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. જેમાં લગ્ન કરવા ઈચ્છતા પણ પરિવારજનો લગ્ન ન કરાવતાં પ્રેમી પંખીડાએ કેનાલમાં કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. કેનાલમાં પડતાં પહેલાં યુવકે વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે પોલીસે બંનેના પરિવારજનોનાં નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, મહેસાણા દૂધસાગર ડેરીની બાજૂમાં રહેતાં 25 વર્ષીય વિશાલ ઠાકોર અને 18 વર્ષીય પૂનમ ઠાકોર એકબીજાને અનહદ પ્રેમ કરતાં હતા. અને બંને લગ્ન કરી સાથે જીવન પસાર કરવા માગતા હતા. પણ તેમના પરિવારજનો તેમનાં આ પ્રેમ સંબંધથી ખૂશ ન હતા. અને તેઓએ હાલ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.

ઘરવાળા લગ્ન કરાવતા ન હતા. અનેક પ્રયાસો છતાં પણ ઘરવાળા ભેગાં થવા નહીં દે તેમ લાગતાં યુવક અને યુવતીએ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ બંને જણા વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલ પાસે પહોંચી ગયા હતા. અને કેનાલમાં કૂદતાં પહેલાં યુવકે પોતાના ફોનમાં એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો શરૂ કરતાં જ યુવતી વીડિયો ઉતારવાની ના પાડે છે અને કહે છે કે, એ લોકોનું ક્યારેય સારું નથી થવાનું. જે બાદ યુવાન કહે છે, પરણાવતા નથી ને, આ રહી કેનાલ, અમે બે મરવા જઈએ છીએ.

જે બાદ યુવાન જે શેઠની કાર ચલાવતો હતો તેમને ફોન કરીને કહ્યું કે તમારી કાર કેનાલ પાસે પડી છે. અને હું આત્મહત્યા કરવા જાઉ છું. આમ કહી પ્રેમી પંખીડાએ કમર પર પટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવી દીધું હતું. પોતાના વ્હાલસોયા સંતાનોની મોતના સમાચાર સાંભળી બંનેના પરિવાર રડવા લાગ્યો હતો. પોલીસે બંને પરિવારોનાં નિવેદન નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ મોરબીમાં માનસિક બીમાર યુવતી સાથે દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન