Mehsana Doodhsagar Dairy in At A Scrap Dodown
  • Home
  • Featured
  • મહેસાણા દૂધસાગર ડેરીમાં મોડીરાત્રે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, લાખો પશુપાલકોને જીવ તાળવે ચોંટ્યો

મહેસાણા દૂધસાગર ડેરીમાં મોડીરાત્રે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, લાખો પશુપાલકોને જીવ તાળવે ચોંટ્યો

 | 9:28 am IST

રાજ્યમાં અવાર નવાર આગની ઘટનાઓ બનતી જાય છે, ત્યારે શુક્રવારે મોડી સાંજે મહેસાણાના દૂધસાગર ડેરીમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે પ્રાણસમાન ગણાતી ડેરીમાં આ દુર્ઘટના સર્જાતા લોકોના શ્વાસ ઉંચા થઇ ગયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-પાલનપુર હાઈવે પર શહેરમાં આવેલી દૂધ સાગર ડેરીના પાછળના ભાગે આવેલા સ્કેપ ગોડાઉનમાં ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે લાગી ગયા હતા. આ ઉપરાંત ઓએનજીસીની ફાયર ફાઈટરની ટીમ પણ જોડાઈ હતી. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો છે. હાલ ડેરીમાં આગ લાગી કે લગાવાઈ તેને લઈ ચર્ચાઓનો દોર ચાલું થયો છે. અગાઉ પણ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મોડીરાત્રે મહા મહેનતે આગ પર ફાયરબ્રિગેડના જવાનોએ 5-6 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન