Mehsana In Ganesha will be established with 'Guard of Honor' here
  • Home
  • Featured
  • મહેસાણામાં અહીં ગણેશજીને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે સ્થાપન થશે, જાણો વિગતે

મહેસાણામાં અહીં ગણેશજીને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે સ્થાપન થશે, જાણો વિગતે

 | 7:26 am IST

ગુરુવારે ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરી વિસ્તારોમાં ગણેશ મંદિરો સામે તેમજ ચોકમાં ઉપરાંત રહેઠાણોમાં ગણપતિ દાદાનાં ગૃહ સ્થાપન કરવામાં આવશે, અને ઠેર-ઠેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજશે. સંગીતના તાલે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ દાદાની મૂર્તિઓ નિયત મંડપોમાં લાવવામાં આવશે અને તેમની આસ્થાપૂર્વક પધરામણી કરવામાં આવશે.

મહારાષ્ટ્રની જેમ હવે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા દાયકાથી ગણેશોત્સવનો મહિમા વધતો રહ્યો છે. હવે, ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગણપત મંદિરો સામે તેમજ જાહેર ચોકમાં દુંદાળા દેવનાં સ્થાપન થઈ રહ્યાં છે.

જો કે, મહેસાણા ખાતે રાજમહેલ રોડ ઉપર આવેલા પ્રાચીન ગણપતિ મંદિરમાં ગાયકવાડી શાસન કાળથી જ ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. એક સમયે, મહેસાણા પોલીસ બેડામાં મહારાષ્ટ્રીયન અધિકારીઓ અને જવાનોનું વર્ચસ્વ હતું. ત્યારથી જ અહીં ગણપતિ દાદાનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્થાપન કરવાની પરંપરા છે. જે આજ સુધી પણ જળવાઈ રહી છે. ગુરુવારનો દિવસ દુંદાળા દેવનો બની રહેશે અને જય ગણેશના નાદથી રાજમાર્ગો ગૂંજી ઉઠશે.