Mehsana In Vishwahindu Parishad Called Citi Shut Down
  • Home
  • Featured
  • આજે મહેસાણા જવાના હોય તો માંડી વાળજો, નહીં તો રસ્તામાં રઝડી પડશો, આજે ત્યાં હિન્દુ સંગઠનોએ…!!

આજે મહેસાણા જવાના હોય તો માંડી વાળજો, નહીં તો રસ્તામાં રઝડી પડશો, આજે ત્યાં હિન્દુ સંગઠનોએ…!!

 | 1:50 pm IST

મહેસાણામાં આજે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. મહેસાણામાં એક વ્યક્તિને ગંભીર રીતે માર મારવામાં આવ્યા બાદ બ્રહ્મભટ્ટ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ આજે મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મહેસાણામાં બંધના એલાનમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ વિશે અમે તમને જણાવીએ કે, મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતિના બર્થ ડે સેલિબ્રેશનમાં ડખ્ખો થયો હતો. અમુક અસામાજીક તત્વોએ ધવલ બ્રહ્મભટ્ટ નામના યુવાનને ગંભીર ઈજાઓ કરી હતી. આ હૂમલાની જાણ બ્રહ્મભટ્ટ સમાજમાં થતા તેના ઘેરાપ્રત્યાઘાતો પડયા છે અને અસામાજીક તત્વો સામે રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે હિન્દુ સમાજના યુવક પર હૂમલા મામલે હિન્દુ સંગઠનો દ્વારા મોડી સાંજે બેઠક મળી હતી. જેમાં શનિવારે મહેસાણા શહેર બંધનું એલાન અપાયું હતું.

આ બનાવને લઈ શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. ઘટના બુધવારે રાત્રે બની હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે ગુરુવારે ડીવાયએસપી મંજીતા વણઝારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ કોઈ બે સમાજ વચ્ચે નથી.

આજે તમને જણાવીએ કે, મહેસાણા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મહેસાણા હાઈવે વિસ્તારમાં ધંધા-રોજગાર રાબેતા મૂજબ ચાલું છે. મહેસાણામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તોરણવાડી ચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં રેન્જ આઈ.જી.,SP, DySP સહિત કાફલો તૈનાત કરાયો હતો.

આ પણ જુઓ વીડિયો: ગુજરાતમાં વરસેલી આકાશી આફતની તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન