Mehsana: Jyotiba Nursing College Girl Student Suicide in Hostel
  • Home
  • Featured
  • મહેસાણામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, પિતાએ લગાવ્યો આ આક્ષેપ

મહેસાણામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, પિતાએ લગાવ્યો આ આક્ષેપ

 | 2:46 pm IST

મહેસાણામાં જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. મહેસાણાના ભાંડુ નજીક આવેલી કોલેજમાં વિદ્યાર્થિનીએ કોઈ કારણસર આત્મહત્યા કરી હતી. આ મામલે વિદ્યાર્થિનીના પરિવારજનોએ હોસ્ટેલના રેક્ટર સામે આપઘાતની દુષ્પ્રેરણા આપી હોવાનો આક્ષેપ કર્યો છે. તો આ મામલે વિદ્યાર્થી સંગઠન ABVPએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો.

આપઘાત અંગે વિદ્યાર્થિનીના પરિવારજનોએ હોસ્ટેલના ઈન્ચાર્જ રેક્ટર સલોની પર ટોર્ચરનો આરોપ મૂક્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, વિદ્યાર્થિનીનું હોસ્ટેલનું ફૂલ બિલ રૂ. 5500 બાકી હતું. જે મામલે અવારનવાર રેક્ટર તરફથી ટોર્ચર કરવામાં આવતું હતું. પરિવારજનોએ હોસ્ટેલ રેક્ટરના રાજીનામાની પણ માગ કરી છે. આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પુત્રીને કોલેજમાંથી અને હોસ્ટેલમાંથી વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી.

તો આ મામલે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ પણ કોલેજમાં સાથી વિદ્યાર્થીઓ સાથે હોબાળો મચાવ્યો હતો. અને વિદ્યાર્થિનીના આપઘાત માટે જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. તો આ મામલે કોલેજ પ્રશાસને કહ્યું કે, હોસ્ટેલમાં ફૂડ વિભાગ કોન્ટ્રાક્ટથી ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન