Mehsana-mix-response-in-unza-bandh-for-umiya-mata-rath-stop of Patidar andolan
  • Home
  • Gujarat
  • ઊંઝામાં ઉમિયા માતાના રથના મામલે આજે બંધનો સજ્જડ પ્રતિસાદ

ઊંઝામાં ઉમિયા માતાના રથના મામલે આજે બંધનો સજ્જડ પ્રતિસાદ

 | 3:27 pm IST

સાબરકાંઠામાં ઉમિયા માતાજીના રથને અટકાવવાના વિરોધને લઈને આજે ઊંઝા બંધનું એલાન આપ્યું છે. સાબરકાંઠામાં પાટીદારો દ્વારા ઉમિયા માતાજીના રથને લઈ જવા દરમિયાન પોલીસે રથને અટકાવી કાર્યવાહી કરી હતી. જેના વિરોધમાં આજે ઊંઝાના પાટીદારોએ બંધનું એલાન જાહેર કર્યું હતું. અને ઊંઝાના વેપારીઓએ પોતાના વેપાર ધંધા અને દુકાનો સદંતર બંધ કરી બપોરે 12 વાગ્યા બાદ સજ્જડ બંધ આપ્યું હતું. અને હિંમતનગરમાં ઉમિયા માતાજી ના રથ ને અટકાવવા ના વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઇ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે ઉપરાંત મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.

મહત્વનું છે કે કાલથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો હતો કે આજે બપોરે બાર વાગ્યાથી દુકાનો અને બજારને સ્વયંભૂ બંધ પાળવામાં આવશે. સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે પત્ર ઉંઝા બજાર બંધની અપીલ કરતાં બધાને આ બંધમાં જોડાવવાની અપીલ કરતો એક પત્રમાં આવ્યો છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઇ-બહેનો અને બાળકો ઉપર પોલીસે કરેલી લાઠીચાર્જ અને દમનના વિરોધમાં અને કેના કારણે લાગણી દુભાવવાયી છે. ઉંઝા નગરના ઘંઘા-રોજગાર તા. 04-09-2018 બપોરે 12.00 કલાકથી એક દિવસ માટે સંપૂર્ણ બજાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરવામાં આવી છે.