મહેસાણા નગરપાલિકા: ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસે ભર્યું આવું પગલું - Sandesh
NIFTY 11,396.25 -38.85  |  SENSEX 37,734.71 +-117.29  |  USD 70.3000 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણા નગરપાલિકા: ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસે ભર્યું આવું પગલું

મહેસાણા નગરપાલિકા: ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસે ભર્યું આવું પગલું

 | 7:55 pm IST

 મહેસાણા નગરપાલિકાની આગામી અઢી વર્ષની મુદત માટે યોજાનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો દીવ કેમ્પમાં જવા મંગળવારના રોજ બપોરે એક લકઝરી મારફતે રવાના થયા છે. ઉલ્લેખનીય છેકે 29 પૈકી 27 જેટલા સભ્યો આ વખતે આ કેમ્પમાં જવા સાથે રવાના થયા છે.

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આગામી અઢી વર્ષની મુદત માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ ભંગાણ સર્જીને પોતાના સભ્યોને તેમની તરફ ખેંચી ન જાય અને કોંગ્રેસમાં એકસૂત્રતા જળવાઈ તે માટે કોંગ્રેસ દ્વારા મંગળવાર ના રોજ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટની આગેવાનીમાં ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભી સહિતના કોંગ્રેસના કુલ 29 પૈકી 27 જેટલા સભ્યો એક લકઝરી અને ચાર ખાનગી કાર મારફતે મંગળવારની બપોરે દીવ જવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છેકે દીવના એક રિસોર્ટમાં કોંગ્રેસે પોતાનો કેમ્પ રાખ્યો છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા સહિતના આગેવાનો ફ્લાઈટ મારફતે આવતીકાલે દીવ પહોંચશે. અને ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે સભ્યોની સેન્સ લેવાશે.