મહેસાણામાં પેપર પ્રોડક્ટની કં૫નીના ગોડાઉનમાં આગ લાગતા જંગી નુકસાન - Sandesh
  • Home
  • Mehsana
  • મહેસાણામાં પેપર પ્રોડક્ટની કં૫નીના ગોડાઉનમાં આગ લાગતા જંગી નુકસાન

મહેસાણામાં પેપર પ્રોડક્ટની કં૫નીના ગોડાઉનમાં આગ લાગતા જંગી નુકસાન

 | 3:18 am IST

અમદાવાદ, મહેસાણા તા.૮

મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં બપોરના સુમારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભયંકર લાગેલી આગને પરિણામે ફેકટરીનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. નગરપાલિકાના ફાયરફાઈટરે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહતી.

મહેસાણા શહેરમાં બનેલી આગની આ ઘટનાની ફાયરફાઈટરના સૂત્રો મારફતે મળતી વિગતો મુજબ મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં બપોરના સુમારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પી.કે.પેપર પ્રોડક્ટ નામની પેપરના પ્રોડક્ટ બનાવતી કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં પડેલો હજ્જારો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ લાગી હોવાના સમાચારને પગલે ઘટનાસ્થળે પહોંચેલ મહેસાણા નગરપાલિકાની ફાયરની ટીમે આગ ઓલવવાના પ્રયાસો કરતાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. જોકે આગ લાગી ત્યારે કંપનીના કામદારો ગોડાઉનમાં કામ કરતા હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. બીજીતરફ પ્રાથમિક તબકકે પેપર પ્રોડક્ટની કંપનીના ગોડાઉનમાં લાગેલી આ આગ શોર્ટર્સિકટને કારણે લાગી હોવાનું જણાઈ રહ્યું છે.