Mehsana: The girl got married after a love marriage
  • Home
  • Featured
  • મહેસાણા: યુવતીએ પ્રેમલગ્ન પછી સામાજિક લગ્ન કર્યા, છેવટે ગઈ પ્રેમી પાસે અને પછી…

મહેસાણા: યુવતીએ પ્રેમલગ્ન પછી સામાજિક લગ્ન કર્યા, છેવટે ગઈ પ્રેમી પાસે અને પછી…

 | 6:03 pm IST

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એક ગામની યુવતીઓ પરિવારજનોને જાણ કર્યા વિના મહેસાણા તાલુકાના એક ગામના પોતાની જ્ઞાતિના જ યુવાને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમલગ્નના ટૂંકા ગાળામાં જ તેણીનાં પરિવારજનોએ યુવતીનાં લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ કાંકરેજ તાલુકાના એક ગામમાં કરાવી દીધાં હતાં. એક ફૂલ દો માલી જેવી આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો હતો કે આ યુવતી બીજા નંબરના પતિને છોડી અગાઉના પ્રેમી પતિ પાસે જતી રહી હતી.

પરિણામે, આ મામલો મહેસાણા પોલીસ બેડાના મહિલા સેલ અને ત્યારબાદ નાયબ પોલીસ વડાની કચેરી સુધી પહોંચ્યો હતો. સામાજિક રીતરિવાજ મુજબ કરેલાં લગ્ન જ યોગ્ય હોવાનું જણાવી યુવતીનાં પરિવારજનો મોટી સંખ્યામાં મહિલા પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને તેણીનો કબજો મેળવવા પ્રયાસ કર્યા હતા. સમજાવટ છતાં આ વિવાદનો અંત આવ્યો નથી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઊંઝા તાલુકાના એક ગામની પુખ્ત વયની યુવતીએ પરિવારજનોને જાણ કર્યા સિવાય મહેસાણા નજીકના એક ગામના પોતાના સમાજના યુવાન સાથે તા.16-05-2019ના રોજ પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમલગ્નથી અજાણ પરિવારે તેણીનાં લગ્ન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં સામાજિક રીત રિવાજ મુજબ કરી દીધાં હતાં. માત્ર બે મહિનાના સમયગાળામાં આ ઘટનામાં ત્રીજો યુ ટર્ન આવ્યો હતો અને યુવતી પોતાના પ્રેમી સાથે જતી રહી હતી જેના કારણે સામાજિક પ્રતિષ્ઠા ન જોખમાય તે માટે પરિવારજનોએ પોતાની દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેણી ટસની મસ થઈ ન હતી. આ વિવાદ હજુ અધ્ધર તાલ લટકી રહ્યો છે અને એક ફુલ દો માલી જેવો ઘાટ ઘડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન