મહેસાણા: યુવતીને પ્રેમલગ્ન પડ્યા ભારે, ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા દબાણ - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણા: યુવતીને પ્રેમલગ્ન પડ્યા ભારે, ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા દબાણ

મહેસાણા: યુવતીને પ્રેમલગ્ન પડ્યા ભારે, ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા દબાણ

 | 7:14 pm IST

ત્રણ વર્ષ અગાઉ કડીમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પાસેથી રૂપિયા 4 લાખનું દહેજ અને સિત્તેર તોલા સોનાના દાગીનાની માંગણી કરવામાં આવી હતી. સળંગ ત્રણ વર્ષ સુધી સાસરીયાના ત્રાસનો ભોગ બનેલી પરિણીતાએ મહેસાણા મહિલા પોલીસ મથકમાં ધા નાખી હતી. આ યુવતીને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે દબાણ કરવામાં આવતાં તેણીએ ઈન્કાર કર્યાે હતો અને ઘરમાંથી ખદેડી મુકવા માટે મારઝુડ કરવામાં આવી હતી.

કેસની વિગત અનુસાર નાની કડી ખાતે કૈશલ્ય બંગ્લોઝમાં રહેતી અંકીતાબેન પટેલે નાની કડીના જ મૃગેશ કૃષ્ણકાન્ત પટેલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. અમેરિકા મોકલવાના બહાને તેણી પાસે રૂપિયા 4 લાખ પિયરથી લઈ આવવા દબાણ કરાયું હતું.

આ ઉપરાંત ૭૦ તોલા સોનાના દાગીના માંગવામાં આવ્યા હતા. અમેરિકા જવાનો ઈન્કાર કરતાં તેણીને મારઝુડ કરી ઘરમાંથી ખદેડી મુકવામાં આવી હતી. આ કેસની તપાસ મહિલા પોલીસ ચલાવી રહી છે.