મહેસાણા: ટ્રેકટરની લોન ભરવા પરિણીતા સાથે સાસરીયાંએ કર્યુ કંઇક આવું - Sandesh
NIFTY 10,360.15 +0.00  |  SENSEX 33,685.54 +0.00  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણા: ટ્રેકટરની લોન ભરવા પરિણીતા સાથે સાસરીયાંએ કર્યુ કંઇક આવું

મહેસાણા: ટ્રેકટરની લોન ભરવા પરિણીતા સાથે સાસરીયાંએ કર્યુ કંઇક આવું

 | 7:00 pm IST

જોટાણા તાલુકાના સાંથલ ગામની પરિણીતા પાસેથી રૃ.૧.૦૦ લાખની ટ્રેકટરની લોન ભરવાની માંગણી ન સંતોષાતાં સાસરીયાંએ માર મારી ઘરમાંથી ખદેડી મુકી હતી. પોતાના પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણીએ દહેજ લાવવાની ના કહી હતી અને સાસરીયાં છંછેડાયાં હતાં. સાંથલ પોલીસે સાંથલના પાંચ સાસરીયાં વિરુધ્ધ ગુનો નોધ્યો હતો.

કેસની વિગત અનુસાર જોટાણા તાલુકાના સાંથલ ગામમાં વેકરીયા વાસમાં રહેતા દિનેશભાઈ ત્રિભોવનદાસ પટેલે પોતાની પત્ની પાર્વતીબેન પાસે ટ્રેકટરની લોન ભરવા માટે રૂપિયા એક લાખની માંગણી કરી હતી અને પિયરથી નાણાં લઈ આવવા દબાણ કર્યું હતું. તેણીએ કહ્યું હતું કે મારા પિતાની આર્થિક સ્થિતિ ગરીબ છે અને અગાઉ એકિસડન્ટ સમયે રૂ. પ૦,૦૦૦ આપ્યા હતા.

તેણીએ પિયરમાંથી નાણાં લાવવાની ના કહેતાં છંછેડાયેલા પતિ પટેલ દિનેશભાઈ ત્રિભોવનદાસ, પટેલ આશાબેન ભરતભાઈ, પટેલ ત્રિભોવનદાસ હીરદાસ અને કમુબેન ત્રિભોવનદાસે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. પરિણામે, સાસરીયાંના ત્રાસથી અને મારથી કંટાળેલી પરિણીતાએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.