Mehsana traffic woman PSI fines driver Video goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિલા PSIની બહાદુરીનો વીડિયો વાયરલ, જીવના જોખમે કારચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો

મહિલા PSIની બહાદુરીનો વીડિયો વાયરલ, જીવના જોખમે કારચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો

 | 3:41 pm IST
  • Share

મહેસાણામાં એક બહાદુર મહિલા પીએસઆઇએ જીવને જોખમમાં મૂકી કાયદો તોડનાર કારચાલકને રોકવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા હતા. જોકે મહેસાણામાં કારના ચાલકે આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને શહેર મહિલા ટ્રાફિક પીએસઆઇ વીપી સોલંકી કારની આગળ ઊભાં રહી ગયાં હતાં અને કાર રોકી રહ્યાં હતાં, એમ છતાં કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે બાદમાં આ મહિલા ટ્રાફિક પીએસઆઇએ તે કારચાલકને ઝડપી તેને દંડ ફટકાર્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને મહિલા પીએસઆઇએ જે રીતે બહાદુરી દર્શાવી તેના લોકો વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન