મહેસાણા: અકસ્માતની બે ઘટનાઓમાં બે વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણા: અકસ્માતની બે ઘટનાઓમાં બે વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા

મહેસાણા: અકસ્માતની બે ઘટનાઓમાં બે વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા

 | 6:34 pm IST

મહેસાણા જિલ્લામાં સાપાવાડ અને મેઉ રોડ પર સર્જાયેલી અકસ્માતની બે ઘટનાઓમાં બે દ્વીચક્રી વાહન ચાલકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા તાલુકાના મેઉ ગામના પાટીયા નજીકથી પોતાના એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા પ્રકાશભાઈ જયંતિભાઈ નાયકને રોડ પરથી પુરપાટ દોડી રહેલ જીજે.૨.વીવી.૨૦૮૩ નંબરની આઈસર ટ્રકના ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે તેમના દિકરા સુમિતકુમાર નાયકે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી સબ ઈન્સ્પેકટર જે.એ.બારોટે તપાસ હાથ ધરી છે.

જયારે બીજી ઘટનાની વિગત પ્રમાણે બેચરાજી તાલુકાના કોઠારપુરા ગામના સુરજવાસમાં રહેતા ઠાકોર માલાજી મહાદેવજી(ઉ.વ.૩૫) પોતાનું જીજે.૨.એએ.૩૬૭૯ લઈને પોતાના કામે જઈ રહ્યા હતા તે વખતે માર્ગમાં સાપાવાડા ગામની સીમમાં રૃપેણ નદી પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં માલાજીને ગંભીર ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બેચરાજી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.