મહેસાણા - Sandesh

મહેસાણા

 | 12:07 am IST

નેઈમ વેરિફિકેશન

M E H E S A N A           M E H S A N A

૪ ૧ ૫ ૫ ૩ ૧ ૫ ૧              ૪ ૫ ૫ ૩ ૧ ૫ ૧

૨૫ ચંદ્ર+ બુધ ૨૪ ચંદ્ર + રાહુ

૨ nd best Best

સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, રાહુ, કેતુનું સંયોજન MAHESANA સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, રાહુનું સંયોજન MEHSANA   સૌ પ્રથમ MAHESANA ૨૫ નં કે જે દ્વિતીયશ્રેણીનો શ્રેષ્ઠતમ નંબર છે એની વાત કરીએ તો આ નંબરથી લખેલું MAHESANA એ સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, રાહુ અને કેતુનું સંયોજન છે જે આધ્યાત્મિક્તા માટે શ્રેષ્ઠ સાબિત થાય અને આ રીતે લખાયેલા મહેસાણા માણસોને મહેનત વધુ આપશે પછી સફળતા આપશે. આધ્યાત્મિક માર્ગ મોકળો કરશે. હિંમતની કસોટી કરશે. પૈસાકિય સફળતા મેળવવામાં તકલીફ આપશે. ત્યારબાદ સફળતા આપશે. આજના યુગમાં મહેનત વધુ અને સફળતા ધીમી એ કોને પસંદ આવે જમાનો ખૂબ જ આધુનિકતાથી ઝડપી પ્રગતિનો છે એટલે હર એક માણસ ઝડપી પૈસાદાર થવામાં મને એટલે શ્રેષ્ઠતમતા જ અપાવે એ જ માર્ગ અપનાવે.

હવે ૨૪ નંબર જોઈએ તો સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, રાહુનું સંયોજન આ નંબર ૨+૪-૬ શુક્રનો નંબર છે જે આ સંયોજન સત્તા, લાગણી, બુદ્ધિમતા, જ્ઞાન, ભૌતિક્તા, પૈસો, સુખ, મહત્ત્વાકાંક્ષા અને પ્રેમ આ બધું જ સમાયેલંુ છે ૨૪ નંબરમાં એટલે જે શ્રેષ્ઠતમ હોય એની ઉપર જ આપણે પસંદગી ઉતારાય માટે ‘MEHSANA’ મહેસાણા આ જ રીતે લખાય તો શ્રેષ્ઠ કહેવાય.

મહેસાણા દેશનાં મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગથી જોડાયેલું છે અને અમદાવાદ સુધી હવાઈમાર્ગથી જોડાયેલ છે મહેસાણા જિલ્લામાં પશુપાલન ઉદ્યોગનો સારો વિકાસ છે તેથી અહીં ડેરી ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. સાગર ડેરી અહીં છે. અહીંનું બજાર કે જે લોખંડ અને સ્ટીલનાં મોટા બજારોમાંનું એક છે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર, તારંગા જૈન મંદિર, શંખેશ્વર જૈન મંદિર, મહુડી અને હાટકેશ્વર મંદિર વડનગર, આગલોડ, મગરવાડા જેવાં ઘણાં નજીકના ગામ છે. ઉંઝામાં ઉમિયામાતા મંદિર અને માતૃગયા તિર્થ સિદ્ધપુર. સાગર ડેરી પ્લાન્ટ પણ જોવાલાયક છે.

  • (ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન