Mehul Choksi's got 'clear report' as no criminal antecedents
  • Home
  • Featured
  • એન્ટીગુઆ પ્રશાસને મેહુલ ચોકસીને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

એન્ટીગુઆ પ્રશાસને મેહુલ ચોકસીને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 11:44 am IST

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીના પ્રત્યર્પણને લઇ ભારતની તરફથી એન્ટીગુઆ સરકારનું ઔપચારિક નિવેદન લેવાયું છે. ત્યાં એન્ટીગુઆ પ્રશાસને ચોંકાવનારો દાવો કર્યો છે કે એન્ટીગુઆની નાગરિકતા ભારતની તરફથી મળેલા ક્લીન ચિટ રિપોર્ટના આધાર પર આપવામાં આવેલી. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના મતે માલાબાર હિલ્સ પોલીસ સ્ટેશને ચોક્સીને લઇ પોલીસ ક્લિયરન્સ રિપોર્ટ આપ્યો છે.

આપને જણાવી દઇએ કે 13000 કરોડના પીએનબી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર કેસ નોંધાવાથી થોડાંક દિવસ પહેલાં જ ચોક્સી ભારત છોડીને દુબઇ જતા રહ્યા હતા. ચોક્સીએ ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયમાં પોલીસ સત્યાપન માટે 23 ફેબ્રુઆરી 2017ના રોજ અરજી કરી હતી. ત્યારબાદ 15 દિવસની અંદર જ 10 માર્ચ 2017ના રોજ માલાબાર હિલ્સ પોલીસ સ્ટેશનની તરફથી ક્લીન ચીટ રિપોર્ટ આપવામાં આવ્યો. કહેવાય છે કે આ રિપોર્ટના આધાર પર મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા મેળવી લીધી.

એ ચોંકાવનારી વાત છે કે મેહુલ ચોકસી જેની ઉપર 2017માં કેટલાંય કેસ નોંધાયા હતા, તો બેદાગ રિપો્રટ કયા આધાર પર આપવામાં આવ્યો અને મુંબઇ પોલીસે રિપોર્ટ આપતા પહેલાં આ કેસોને નજરઅંદાજ કરી દીધા. જો કે હાલની વ્યવસ્થાનો પણ તેમાં એટલો જ દોષ છે. પોલીસના મતે ચોકસીને બેદાગ રિપોર્ટ એટલા માટે અપાયો કારણ કે તેની વિરૂદ્ધ કોઇ ગુનાહિત પૃષ્ઠભૂમિ કે ધરપકડનું પ્રમાણપત્ર મળ્યું નહોતું. આપને જણાવી દઇએ કે આ પ્રકારના ક્લિયરન્સ મુંબઇ પોલીસના ઑનલાઇન અપરાધિક પૃષ્ઠભૂમિ અને સૂચના પ્રણાલી (સીએઆઇએસ) દ્વારા તપાસ કર્યા બાદ જ અપાય છે. જો કોઇ વ્યક્તિની અગાઉ ધરપકડ થઇ છે તો સીએઆઇએસમાં આવી જાય છે.

14મી માર્ચના રોજ મુંબઇ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચે ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય, મુંબઇને આ રિપોર્ટ સોંપ્યો. એન્ટીગુઆનો દાવો છે કે ચોકસીએ મે 2017માં નાગરિકતા માટે અરજી કરી અને આ નાગરિકતા ભારતના વિદેશ મંત્રાલયના આધીન ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયમાંથી મળેલા બેદાગ રિપોર્ટના આધાર પર અપાઇ.