Mehul Choksi Video message from Antigua: ED allegations 'false and baseless'
  • Home
  • Featured
  • સૌથી મોટું બેન્ક કૌભાંડ કરી ‘છૂ’ થયેલા મેહુલ ચોક્સીનો Video પહેલી વખત આવ્યો સામે, શું કહ્યું?

સૌથી મોટું બેન્ક કૌભાંડ કરી ‘છૂ’ થયેલા મેહુલ ચોક્સીનો Video પહેલી વખત આવ્યો સામે, શું કહ્યું?

 | 2:47 pm IST

સૌથી મોટું બેન્ક કૌભાંડ આચરીને છૂમંતર થઇ ગયેલા મેહુલ ચોકસીનો એન્ટિગુઆથી સૌપ્રથમ વખત વીડિયો સામે આવ્યો છે. મેહુલે કહ્યું કે મારા પર લગાવેલા તમામ આરોપો નિરાધાર છે અને પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ ગેરકાયદે સંપત્તિઓને એટેચ કરી છે. હાલ એન્ટિગુઆમાં રહેતા ચોકસીને પાછા લાવા માટે ભારતે એન્ટિગુઆ સરકારને આગ્રહ પણ કર્યો છે.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી હીરાના બિઝનેસમેન મેહુલ ચોકસી દેશમાંથી ભાગ્યા બાદ પહેલી વખત મીડિયીની સામે આવ્યા છે. પોતાની ઉપર લાગેલા આરોપોને ચોકસીએ બેબુનિયાદ ગણાવ્યા છે અને કહ્યું કે ઇડીએ ગેરકાયદે તેમની સંપત્તિ જપ્ત કરી છે. એટલું જ નહીં મેહુલે સરેંડર કરી ભારત પાછા ફરવાના સમાચારથી પણ ઇન્કાર કર્યો છે.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં મેહુલે કહ્યું કે તેમના પર લાગેલા તમામ આરોપો જુઠ્ઠા અને નિરાધાર છે. સાથો સાથ ઇડીએ ગેરકાયદે તેમની સંપત્તિઓને અટેચ કરી ફસાવી છે. એન્ટિગુઆમાંથી હાલ ચોકસીને પાછા લાવવા માટે ભારત સરકારે એન્ટિગુઆ સરકારને આગ્રણ પણ કર્યો છે જેથી કરીને તેની ધરપકડ કરી ભારતને સોંપી શકાય.

વીડિયોમાં મેહુલે કહ્યું કે કારણ વગર મારો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે અને કોઇ કારણ પણ આપ્યું નથી. તેમણે કહ્યું કે મારો પાસપોર્ટ સસ્પેંડ છે, એવામાં સરેંડર કરવાનો કોઇ પ્રશ્ન જ પેદા થતો નથી.

રજૂ થશે રેડ કોર્નર નોટિસ
આપને જણાવી દઇએ કે અંદાજે 13000 કરોડના પીએનબી કૌભાંડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે. નીરવ મોદી અને મેહુલ બંને ફરાર છે. નીરવની વિરૂદ્ધ ઇન્ટરપોલે રેક કોર્નર નોટિસ રજૂ કરી દીધી છે, જ્યારે મેહુલની વિરૂદ્ધ નોટિસ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મેહુલ ચોકસીને કેટલીય વખત ભારતીય એજન્સીઓ દ્વારા સમન્સ રજૂ કરી ચૂકયા છે. જો કે તેમને દર વખતે ભારત આવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. ચોકસીએ કહ્યું કે જો તેઓ ભારત આવે છે તો તેમની સાથે લિંચિંગ થઇ શકે છે. મેહુલ પર 1210 કરોડ રૂપિયાની કુલ 41 સંપત્તિઓ મની લોન્ડ્રિંગ એક્ટની અંતર્ગત આવે છે, આ દ્રષ્ટિથી ઇડી તેને જપ્ત કરવા માંગે છે.

પંજાબ નેશનલ બેન્કની મુંબઇ બ્રાન્ચમાં બે અબજ ડોલરની કથિત છેતરપિંડીમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં અસ્થાયી રીતે મુંબઇમાં 15 ફલેટ અને 17 કાર્યાલય પરિસર, કોલકત્તામાં એક મોલ, અલીબાગમાં ચાર એકરના ફાર્મ હાઉસ અને મહારાષ્ટ્રના નાસિક, નાગપુર અને પનવેલ તથા તામિલનાડુના વિલ્લુપુરમમાં 231 એકર જમીન જપ્ત કરી હતી.

મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહી
પીએમએલના ન્યાયિક પ્રાધિકરણના સભ્ય (વિધિ) તુષાર વી શાહની તરફથી તાજેતરના આદેશ કહેવામાં આવ્યું છે કે ઇડીની મૂળ ફરિયાદમાં જે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે, તેના હિસાબથી તેમનું માનવું છે કે આ કેસમાં જે સંપપ્તિઓ અસ્થાયી રીતે જપ્ત કરાઇ છે તે ધન શોધન કે મની લોન્ડ્રિંગથી જોડાયેલ છે.