mehwish hayat dance video viral on social media and troll again
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: પાકિસ્તાનની હીરોઈને આવા કપડાંમાં ડાન્સ કરીને પૂછ્યું કે, હોટ લાગી? લોકોએ કહ્યું-વાહિયાત

VIDEO: પાકિસ્તાનની હીરોઈને આવા કપડાંમાં ડાન્સ કરીને પૂછ્યું કે, હોટ લાગી? લોકોએ કહ્યું-વાહિયાત

 | 11:20 am IST

મુસલમાનો અને ઈસ્લામને લગતા મુદ્દા પર વધારે બોલતી પાકિસ્તાનની હીરોઈન મહવિશ હયાતેનો હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ લોકોના નિશાને છે. તેના ડાન્સ અને ડ્રેસનાં કારણે લોકોએ ટ્રોલ કરી છે. આ અભિનેત્રી બોલિવૂડ પર આરોપો નાખાવામાં માહિર છે. તે ગમે તે વાત પર બોલિવૂડ વિશે જેમતેમ બોલતી રહે છે. પરંતુ હવે દેશમાં ઘણા કટરપંથ્થી તેની ખરાબ છબી દુનિયા સામે લાવવામાં કોઈ કસર છોડતાં નથી.

અમેરિકાના હ્યુસ્ટનમાં પાકિસ્તાની કલા જગતનાં એક એવોર્ડ ફંક્શનમાં મહવિશે તેના સાથી કલાકાર અહસન ખાન સાથે ડાન્સ કર્યો હતો. તેના રિહર્સલ કરતી વેળાના વીડિયો અને ફોટો સામે આવ્યા છે. ઈનસ્ટાગ્રામ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. મહવિશે આ વીડિયો શેર કરીને લખ્યું કે શું તમને હું હોટ લાગી. તો તેના ફેન્સે તેનો ઉધડો લઈ લીધો છે. જો કે કેટલાકે વખાણ કર્યા તો કેટલાકે તો અભદ્ર શબ્દો પણ લખ્યા.

એક યુઝરે લખ્યું કે આ જુઓ, તમગએ-ઈમ્તિયાજ કઈ રીતે રખડી રહ્યો છે. એક મહિલાએ લખ્યું કે, શું આનાથી વધારે વાહિયાત કંઈ હોઈ શકે. તમે આ રીતે પાકિસ્તાની સંસ્કૃતિને ફેલાવશો. તો અન્ય એકે લખ્યું કે શરમ આવવી જોઈએ કે તું મુસલમાન છે. તો એકે લખ્યું કે તું કેમ બોલિવૂડની નકલ કરે છે, તારા પોતાના રંગ બતાવી નથી શકતી. તો કોઈએ હીરો પર પણ નિશાન સાધ્યું હતું. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન