Mehwish Hayat wants to become the Prime Minister of Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાઉદની ‘ગર્લફ્રેન્ડ’ હવે ઇમરાન ખાનની દિવાની, જરા એના સપના અંગે તો સાંભળો

દાઉદની ‘ગર્લફ્રેન્ડ’ હવે ઇમરાન ખાનની દિવાની, જરા એના સપના અંગે તો સાંભળો

 | 7:22 am IST
  • Share

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવાના સપના જોઇ રહી છે. એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની આ ઇચ્છા વ્યકત કરતાં કહ્યું કે ઇમરાન ખાને તેને પ્રભાવિત કરી છે. મહવિશે એ પણ દાવો કર્યો કે ઇમરાન ખાન જ્યારથી સત્તામાં આવ્યા છે પાકિસ્તાનની સ્થિતિ સારી થઇ છે. જો કે એ વાત અલગ છે કે મુલ્કની મોટાભાગની પ્રજા ઇમરાન સરકારની નિષ્ફળતાઓથી કંટાળી ગયા છે.

ટૂંક સમયમાં આવશે રાજકારણમાં

‘ટ્રિબ્યુન’ના રિપોર્ટ પ્રમાણે એક સ્થાનિક મીડિયા આઉટલેટને આપેલા ઇન્ટરવ્યુમાં દાઉદની ગર્લફ્રેન્ડ મહવિશ હયાતે ઇમરાન ખાનને લઇ કહ્યું કે જો ક્રિકેટર પ્રધાનમંત્રી બની શકે છે તો અભિનેત્રી પણ પીએમ બની શકે છે. તેણે કહ્યું કે તેઓ દેશમાં બદલાવ લાવવા માટે ટૂંક સમયમાં જ રાજકારણમાં પગ મૂકવા માંગે છે, પરંતુ તેઓ અહીં થોભવા માંગતા નથી.

PTIના જોરદાર વખાણ કર્યા

મહવિશે કહ્યું કે તેઓ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (PTI) અને રાજનીતિથી પ્રેરિત છે, કારણ કે તેના સત્તામાં આવ્યા બાદ સમાજ અને લોકોની વિચારસરણીમાં સકારાત્મક ફેરફાર આવ્યા છે. પાક અભિનેત્રીએ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવાની ઇચ્છા વ્યકત કરતા કહ્યું કે રાજકારણમાં આવતા પહેલાં ઇમરાન ખાન ક્રિકેટર હતા. જો એક ક્રિકેટર પ્રધાનંત્રી બની શકે તો એક અભિનેત્રી પણ બની શકે છે.

ઇમરાન ખાનને પડકાર ફેંકશે?

દેશના આગળના પ્રધાનમંત્રી બનવા માટે ઇમરાન ખાનને રાજકારણમાં પડકાર ફેંકવા માંગે છે? મહવિશે કહ્યું કે હું ઇમરાન ખાનને પડકાર ફેંકવા માંગતી નથી પરંતુ કોઇએ તો તેમના પછી જગ્યા લેવી પડશે અને હું પણ પ્રધાનમંત્રી પદ માટે દાવેદાર બની શકું છું. તેણે કહ્યું કે એ તો સમય જ બતાવશે કે મારું સપનું સંસદ પહોંચીને પૂરું થશે કે નવી પાર્ટી બનાવીને.

Dawoodની નબળાઇ છે Hayat

પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાતને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ગર્લફ્રેન્ડ કહેવાય છે. કેટલાંય મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરાયો છે કે હયાત સાથેના તેમના સંબંધોને લઇ ડોન ખૂબ જ નારાજ છે અને તપાસ કરાવી રહ્યો છે કે આખરે આ સમાચાર સામાન્ય કેવી રીતે થઇ ગયા. કહેવાય છે કે ઉંમરમાં 27 વર્ષ નાની મહવિશ અત્યારે દાઉદની સૌથી મોટી નબળાઇ છે. તેના ઇશારા પર મહવિશને નાગરિક સમ્માન ‘તમગા-ઇ-ઇમ્તિયાઝ’થી સમ્માનિત કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન