MEIS/EPCG ના અવેજમાં નવી પ્રોત્સાહક સ્કીમ આવશે - Sandesh
 • Home
 • Jamnagar
 • MEIS/EPCG ના અવેજમાં નવી પ્રોત્સાહક સ્કીમ આવશે

MEIS/EPCG ના અવેજમાં નવી પ્રોત્સાહક સ્કીમ આવશે

 | 1:00 am IST

 • WTO અને અમેરિકાના દબાણના કારણે બંધ થઈ રહેલી
 • સૌરાષ્ટ્રના નિકાસકારો પાસેથી સૂચનો મંગાવાયા : DGFT કચેરીએ સૂચનો મોકલવા અનુરોધ
  રાજકોટ : વલ્ડૅ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકાના દબાણના કારણે સૌરાષ્ટ્રના નિકાસકારોમાં અત્યંત લોકપ્રિય બનેલી એમ.ઈ.આઈ.એસ.અને ઈ.પી.સી.જી.સ્કીમ આગામી દિવસોમાં મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા બંધ કરવામાં આવી રહી છે ત્યારે તેની અવેજમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નીતિ-નિયમો મુજબ કોમર્સ મીનીસ્ટ્રી નિકાસકારોને બેનીફેટ આપવા માટે અત્યારે કામગીરી કરી રહેલ છે ત્યારે નિકાસકારો પાસેથી પણ સુચનો મંગાવવામાં આવી રહ્યા છે અને આ સુચનો વિદેશ વેપારની કચેરી પણ મોકલી આપવા માટે જણાવાયું છે.
  અમેરિકાની દલીલ છે કે જે કોઈ દેશની માથાદીઠ આવક ૧૦૦૦ ડોલર હોય તે દેશ નિકાસ વેપારને પ્રોત્સાહન આપવા માટે કોઈ સ્કીમ કે સબસીડી આપી શકે નહીં અને તેની દલીલને માન્ય રાખી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને પણ મીનીસ્ટ્રી ઓફ કોમર્સને નિકાસ પ્રોત્સાહન માટે આપવા માટે શરૂ કરવામાં આવેલી સ્કીમો બંધ કરવા માટે ભારત પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને અનુલક્ષી આ લોકપ્રિય સ્કીમો બંધ થવા જવા જઈ રહી છે પણ મીનીસ્ટ્રી દ્વારા WTOના નીતિ-નિયમો મુજબ નિકાસકારોને શું ફાયદો આપી શકાય તે માટેની ચર્ચા-વિચારણા પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે અને નિકાસકારો પાસેથી સુચનો મંગાવવામાં આવી રહ્યા છે.
  આ સુચનો જે તે વિદેશ વેપારની કચેરીને મોકલી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.સૌરાષ્ટ્રમાંથી સિરામિક અને સી-ફુડ નિકાસકારો મોટાપાયે ઉપરોકત બંને સ્કીમનો લાભ લઈ રહ્યા છે.
  આ ઉપરાંત પણ અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા સ્કીમોનો લાભ લેવામાં આવી રહ્યો છે