NIFTY 9,904.15 +6.85  |  SENSEX 31,795.46 +24.57  |  USD 64.1500 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • લોન્ચ થયાના માત્ર 2 દિવસ બાદ સસ્તો થઈ ગયો Meizu M5 સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

લોન્ચ થયાના માત્ર 2 દિવસ બાદ સસ્તો થઈ ગયો Meizu M5 સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

 | 8:45 pm IST

Meizu M5 સ્માર્ટફોનને ભારતમાં 10,499 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ કર્યાના બે દિવસ બાદ જ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોન ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Tataclid.com પર સેલ માટે 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને બ્લૂ અને ગોલ્ડ કલરમાં ખરીદી શકાય છે. મેઝૂ એમ5ને પાછલા વર્ષે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 5.2 ઈંચની એચડી (720X1280) 2.5ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પલે આપવામાં આવી છે. આમાં મીડિયાટેક એમટી 6750 ઓક્ટાકોર પ્રોસેસર સાથે ટી-860 જીપીયૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. તે ઉપરાંત 32 જીબીની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. ઈન્ટરનલ મેમોરીને એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં હાઈબ્રીડ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે.

મેઝૂ એમ5માં 3070mAHની બેટરી આપવામાં આવી છે. પાછલા વેરિએન્ટની તુલનામાં બેટરીની ક્ષમતા 10 ટકા વધારે છે. મેઝૂએ તે બાબતે 66 કલાક સુધી મ્યૂઝીક પ્લેબેક ટાઈમ આપવાનો દાવો કર્યો છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 13 એમપીનો રિયર અને 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ ડ્યુઅલ ટોન એલઈડી ફ્લેશ, પીડડીએએફ અને f/2.2 એપર્ચર સાથે આવશે.

ક્નેક્ટિવિટી માટે 4જી VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ સપોર્ટ સામેલ છે. ફિંગરપ્રિન્ટ સેન્સરને હોમ બટન સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આને 0.2 સેકન્ડમાં અનલોક કરી શકાય છે. ફોનમાં ઈન્ફ્રારેડ, એક્સેલેરોમીટર, એબિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી, જાયરોસ્કોપ અને મેગનેટોમીટર સેન્સર આપવામાં આવ્યું છે.