Melanie Gaydos: One Of The Top Fashion Model Inspite Of Few Challenges
  • Home
  • Featured
  • આ મૉડલની તસવીર તમને વિચારવા કરશે મજબૂર, પીડાય છે ગંભીર બીમારીથી

આ મૉડલની તસવીર તમને વિચારવા કરશે મજબૂર, પીડાય છે ગંભીર બીમારીથી

 | 12:34 pm IST


જો તમે વિચારો છો કે કોઇ બીમારી તમારી લાઇફની દરેક ખુશી છીનવી શકે છે. તો તે ખોટી વાત છે. તમારે લાઇફના નવા પહેલું જોવાની જરૂરત છે. મેલની ગેડસથી એ વખત મળવું જોઇએ। ન્યૂયોર્ક બેસ્ડ ટોપ ફેશન મૉડલ છે પરંતુ ન તેના મોંમાં દાંત અને ન શરીર પર વાળ.

26 વર્ષની મેલની એક અજીબોગરીબ બીમારીની સાથે આ દુનિયામાં આવી. આ એક એવી જેનેટિક ડિસઓર્ડર છે. જેનાથી નખ, વાળ અને દાંત આવતા જ નથી અને જો આવે છે તો પણ ખરી જાય છે મેલનીએ આ બીમારીની સાથે લાઇફ અલગ રીતે જ જીવે છે. સ્કૂલમાં મજાક, રહેંણાક વિસ્તારમાં પરેશાન કરી રહ્યા હતા. મેલનીની ઉંમર તો વધી રહી છે પરંતુ ન તો તેના શરીર પર વાળ આવી રહ્યા છે અને ન તો મોંમાં દાંત હતા. 16 વર્ષની ઉંમરે મેલનીએ નિર્ણય કરી લીધો કે તેને 18 વર્ષ બાદ જીવવું નથી. પરંતુ થયું એવું કે તે આજે અમેરિકાની ટોપ ફેશન મોડલ્સમાંથી એક છે.

5 ફૂટ 9 ઇંચની મેલનીની શારીરિક બનાવટ બાકી મોડલ્સથી એકદમ અલગ હતી. ન તેની પાસે સુંદર આઇબ્રો હતી અને ન તેની પાસે સુંદર હોઠ અને ચહેરો પરંતુ તેની પાસે હિમ્મત હતી. મેલની તેનું શહેર છોડીને ન્યૂયોર્કમાં વસી, નવી ઓળખ માટે તેને નવો રસ્તો અપનાવ્યો જે અંગે કદાચ જ કોઇ વિચારી શકે. મેલનીએ એવા ફોટોગ્રાફર્સ સાથે કોન્ટેક્ટ કર્યો જેને તે અલગ પ્રકારની મોડલ્સની શોધ હતી.