Memes On Rakhi Sawant and Deepak Kalal Marriage
  • Home
  • Featured
  • Photos: રાખી સાવંત-દીપકનાં લગ્નને લઇને બની રહ્યા છે મીમ્સ, વાંચીને પેટ પકડી હસશો

Photos: રાખી સાવંત-દીપકનાં લગ્નને લઇને બની રહ્યા છે મીમ્સ, વાંચીને પેટ પકડી હસશો

 | 6:34 pm IST

રાખી સાવંત કૉમેડિયન દીપક કલાલ સાથે લગ્નને લઇને ચર્ચામાં છે. તેણે જાણકારી આપી હતી કે તે શનિવારનાં રોજ પ્રેસ કૉન્ફ્રેંસ કરીને પોતાના લગ્ન વિશે વાત કરશે. રાખીની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટને જોઇને લાગે છે કે તે મેરેજ કરવાનાં પોતાના નિર્ણય પર અડગ છે. રાખીએ પોતાની શૉપિંગની તસવીરો પણ શેર કરી છે. આ સાથે રાખી અને દીપક કલાલનાં લગ્નની મજાક પણ સોશિયલ મીડિયા પર ઉડવા લાગી છે.

એક યૂઝરે લખ્યું છે કે , ‘રાખી સાવંત અને દીપક કલાલનાં લગ્નની વાત સાંભળીનું મારું રીએક્શન હતુ કે, દેશ સંકટમાં છે.’ અન્ય એક યૂઝરે લખ્યું છે કે, ‘ડ્રામા નોટંકી ક્વીને ડ્રામા નૌટંકી કિંગ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે.’ ઉલ્લેખનીય છે કે રાખીએ એક વેડિંગ કાર્ડ પૉસ્ટ કર્યું હતુ જેમાં તેણે 31 ડિસેમ્બરનાં રોજ દીપક કલાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. એક યૂઝરે લખ્યું છે કે, ‘શું આત્મવિશ્વાસ છે, જેથી બંને એક-બીજા સાથે લગ્ન કરી રહ્યા છે.’ એક યૂઝરે મજેદાર પૉસ્ટ કરતા લખ્યું છે કે, ‘તમે ગ્લોબલ વૉર્મિંગને ઇગ્નોર કરી શકો છો, પરંતુ રાખી-દીપકનાં લગ્નને નહીં.’

આ સીવાય રણવીર સિંહ અને દીપિકાનાં લગ્નની તસવીરોને લઇને રાખી-દીપકનાં મીમ્સ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે પ્રેસ કૉન્ફ્રેંસમાં રાખી અને દીપકે ડ્રામા ક્રિએટ કર્યો હતો અને અશ્લિલ વાત કરતા જોવા મળ્યા હતા. રાખીએ કહ્યું કે, “મે સાંભળ્યું છે કે દીપિકા પાદુકોણે પોતાના લગ્નમાં 1 કરોડનો લહેંગો પહેર્યો છે, આ પ્રમાણે તો મારા લગ્નમાં 8 કરોડનો લહેંગો હોવો જોઈએ. લગ્ન બાદ હું અને દીપક કલાલ ભાઈ-બહેન બનીને રહીશું. લગ્નનાં રીસેપ્શનમાં મે શાહરૂખ, સલમાન, કરીના અને દીપિકાને ઇન્વાઇટ કર્યા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન