યાદશક્તિ એટલે શું? - Sandesh

યાદશક્તિ એટલે શું?

 | 1:56 am IST

બાળઉછેર :- ડૉ. હર્ષદ કામદાર

માર્ચ અને એપ્રિલ મહિના એટલે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના મહિના. સ્પર્ધાના આ જમાનામાં દરેક મા-બાપની ઈચ્છા એવી હોય છે કે તેમના બાળકનો અવ્વલ નંબર આવે. તેમાંય અમુક જગ્યાએ એડમિશન લેવા વિદ્યાર્થી કેટલા ટકા લાવેલ છે, એ જ અગત્યનું છે, પરંતુ આ તનાવયુક્ત અને ઝડપી જમાનામાં લગભગ દરેક માણસની અને વિદ્યાર્થીની એ સામાન્ય ફરિયાદ હોય છે કે તેની યાદશક્તિ ઘટતી કેમ જાય છે?

આ યાદશક્તિ એટલે શું? એ ક્યાં રહેલી છે?  

યાદશક્તિ એટલે વિદ્યાર્થીએ તેના અભ્યાસકાળ દરમિયાન શીખેલું, સાંભળેલું, જોયેલું, અનુભવેલું જ્ઞાાન સંગ્રહી રાખવાનો ખજાનો. આપણા અભ્યાસક્રમમાં ટકા લાવવા અને આગળ આવવા સ્મૃતિ અગત્યની છે. એટલે જ મહાન તત્ત્વચિંતક પ્લુટોએ કહ્યું છે કે ‘બધું જ શિક્ષણ એ માત્ર સ્મૃતિ જ છે.’

એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે જે ખાઈએ છીએ તે અગત્યનું નથી, પણ જે પચાવીએ છીએ તે જ શરીરને મજબૂત બનાવે છે. એવી જ રીતે વિદ્યાર્થીએ કેટલું વાંચેલું છે, તે અગત્યનું નથી, પણ તેણે કેટલું યાદ કરેલું છે તે જ તેને હોશિયાર બનાવે છે.

આપણા શરીરમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન ૩ રતલ વજનના મગજમાં બુદ્ધિ, હોશિયારી, સ્મરણશક્તિ વગેરે ક્યાં પડેલા છે તે હજુ સુધી વૈજ્ઞાાનિકો ચોક્કસપણે શોધી શક્યા નથી. મગજના સૌથી ઉપલા આવરણને કોર્ટેક્ષ કહેવામાં આવે છે, તેમાં આ તમામ સુપર શક્તિઓ સંગ્રહાયેલી પડેલી છે. આ ટચુકડા કોર્ટેક્ષમાં ૫૦ અબજ ન્યુટ્રોન્સ પડેલાં છે, જે એકબીજા સાથે અને પાંચે જ્ઞાાનેન્દ્રિયો-આંખ, કાન, નાક, જીભ અને ચામડી સાથે સંકળાયેલાં છે.

આપણું મગજ આ પાંચેપાંચ જ્ઞાાનેન્દ્રિયોમાંથી આવતી માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેમાંથી જોઈતી માહિતીનો સંગ્રહ કરે છે, તેનું જ નામ યાદશક્તિ. બીનજરૂરી માહિતી ધીમેધીમે ભૂંસાતી જાય છે.

યાદશક્તિ મુખ્યત્વે ત્રણ પ્રકારની છે  

ત્વરિત યાદશક્તિ : કોઈના પણ લાંબા ફોન નંબરો, નામો વગેરે આપણને તે ક્ષણ પૂરતા યાદ રહે છે. પછીથી તરત જ મગજમાંથી તે બહાર નીકળી જાય છે. જે જરૂરી પણ છે, નહિતર મગજ પર વધારે ને વધારે બોજો આવતો જ જાય છે.

અલ્પકાલીન યાદશક્તિ : વિદ્યાર્થી જ્યારે વાંચે છે કે લેક્ચર સાંભળે છે ત્યારે મગજના કોષોમાં તેનો થોડા વખત માટે સંગ્રહ થાય છે, પરંતુ ધીમેધીમે દિવસો પસાર થતાં તે માહિતી મગજમાંથી લુપ્ત થતી જાય છે, ભુલાતી જાય છે. એટલે કે પરીક્ષાના સમયે એ યાદશક્તિ કામ આવતી નથી.

દીર્ઘકાલીન યાદશક્તિ : જ્યારે વિદ્યાર્થી કોઈપણ પ્રકરણ વાંચી, સમજી, વિચારીને બરાબર મગજમાં ઉતારી દે તો તે પ્રકરણની માહિતી દીર્ઘકાલીન સમય માટે સંગ્રહાઈ જાય છે. જો કે વર્ષો પછી તે પણ ધીમેધીમે ઓછી થાય છે.

એમાં પણ જે માહિતી આપણા સ્વભાવ, સંબંધ અને સમય પ્રમાણે અગત્યની લાગતી હોય તે આપણા મગજમાં જમા થઈ જાય છે.

વિદ્યાર્થીને માટે સ્મૃતિ અલ્પકાલીનમાંથી દીર્ઘકાલીન યાદશક્તિમાં જાય તે જરૂરી છે તો જ તેને પરીક્ષામાં સુંદર સફળતા મળે છે.

અલ્પકાલીનમાંથી યાદશક્તિ દીર્ઘકાલીનમાં જતી રહે તે માટે મુખ્યત્વે બે બાબતો જરૂરી છે.  

વારંવારની પ્રક્રિયા એટલે કે પુનરાવર્તન : વિદ્યાર્થી કોઈપણ પ્રકરણ એક વખત વાંચે તેના કરતાં બે વખત, ત્રણ વખત વાંચે તેમ તેમ તે પ્રકરણ વધારે ને વધારે દીર્ઘકાલીન યાદશક્તિમાં જતું જાય છે અને તેને તે વધારે યાદ હોય છે, માટે જ જે વિદ્યાર્થીને ફક્ત એક જ વખત વાંચેથી યાદ ના રહેતું હોય તે વિષય અને પ્રકરણનું વારંવાર પુનરાવર્તન કરતાં રહેવું જરૂરી છે. છેલ્લા દિવસે એટલે કે પરીક્ષાના આગલા દિવસે ફક્ત અગત્યના મુદઓનું પુનરાવર્તન થાય તો તે યાદ સતેજ બની જાય છે.

[email protected]