men faces this problems after sex
  • Home
  • Featured
  • સેક્સ બાદ પુરુષોને પણ થાય છે આવી તકલીફો

સેક્સ બાદ પુરુષોને પણ થાય છે આવી તકલીફો

 | 3:13 pm IST

જો તમે વિચારો છો કે, સેક્સ સેશન બાદ પુરુષો બહુ જ ખુશ હોય છે, તો તમે ખોટા છો. પુરુષો પણ પોતાની સેક્સ લાઈફ વિશે બહુ જ વધારે વિચારે છે. મહિલાઓ કરતા પણ વધારે. આ કારણ છે કે તેઓ ઈન્ટરકોસ બાદ તેના સમગ્ર એક્સપીરિયન્સ વિશે બહુ જ વિચારે છે. આ વિશે કેટલાક પુરુષોને વિચારવામાં આવ્યું કે, સેક્સ બાદ તેમને કેવું લાગે છે તો તેમને કહ્યું કે, તેમને બહુ જ પ્રેશર અનુભવાય છે.

પથારી પર પરર્ફોમન્સની ચિંતા
સેક્સ બાદ મોટાભાગના પુરુષો પોતાના પરફોર્મન્સ વિશે વિચારે છે. તેઓ પોતાના પાર્ટનરના એક્સપ્રેશન અને બોડી લેંગવેજ દ્વારા જાણવાનો પ્રયાસ કરે છે કે, તેમના માટે આ આખો એક્સપીરિયન્સ કેવો રહ્યો અને તેમના પાર્ટનરને સંતોષ થયો છે કે નહિ. જો પુરુષનું પરફોર્મન્સ સારું ન હોય તો તેમનો આખો દિવસ આ બાબતે વિચારમાં જ જતો રહે છે કે, તેને કેવી રીતે સુધારી શકાય.

સેક્સ બાદ ટેન્શન
માત્ર મહિલાઓ જ નહિ, પુરુષો પણ પોસ્ટ-સેક્સ વિશે સારું અનુભવતા નથી. સેક્સ સેશનના 40 મિનીટ સુધી તેમને ઉદાસી રહે છે, જે બહુ જ સામાન્ય પ્રતિક્રિયા છે. એનો મતલબ એ નથી કે તેમનો લવમેકિંગ સેશન સંતોષજનક ન હતો.

ગર્લફ્રેન્ડની આશા પર ખરા ઉતરવાનું પ્રેશર
કેટલાક પુરુષો એમ વિચારે છે કે, આખા દિવસના ઓફિસના થાક બાદ તેઓ જ્યારે પણ તેઓ સેક્સ બાદ સૂઈ જાય છે ત્યારે તેમની ગર્લફ્રેન્ડને લાગે છે કે તેઓ તેની ભાવનાની કદર નથી કરતા.