પુરુષોએ સ્ક્રબિંગ કરતા પહેલા ખાસ રાખવુ જોઇએ આ ધ્યાન

291

ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સ્ક્રબિંગ ઉપયોગી નીવડી શકે છે. ઉનાળામાં સ્કિન વધુ ઓઇલી થાય છે. એ સમયે જો સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે તો એ તમારી ત્વચા માટે બ્લેસિંગ બની શકે એમ છે. પરંતુ એ સિવાય પણ કેટલીક સાવચેતી સ્ક્રબિંગ દરમ્યાન રાખવાની હોય છે.

  • ડ્રાય સ્કિન-ટાઇપ ધરાવતા લોકો જો વધુ પડતું સ્ક્રબિંગ કરે તો એ તેમની ત્વચાને વધુ ઇરિટેટ કરશે અને રેશિસ પણ પડી શકે.
  • આ ઉપરાંત જે લોકો શેવિંગ પછી આફ્ટર શેવનો ઉપયોગ કરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો.
  • જે લોકો સેલિસિલિક એસિડ હોય એવુ ફેસવોશ વાપરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો.
  • સ્ક્રબ તમારી ડેડ સ્કિનને કાઢવાનું કામ કરે છે, પરંતુ જેમની ડ્રાય સ્કિન હોય તેમની ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ ઓટોમેટિકલી ખરી પડતા હોય છે. એવા સમયે વગર વિચાર્યે જો સ્ક્રબનો ઉપયોગ થાય તો એ ત્વચાને લાભ કરવા કરતાં નુકસાન વધુ કરશે.