OMG! 'મેન્ટલ હૈ ક્યા' માં કંગના રનૌતનો ખૂની અંદાજ જોઈને ઉડી જશે તમારા હોંશ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! ‘મેન્ટલ હૈ ક્યા’ માં કંગના રનૌતનો ખૂની અંદાજ જોઈને ઉડી જશે તમારા હોંશ

OMG! ‘મેન્ટલ હૈ ક્યા’ માં કંગના રનૌતનો ખૂની અંદાજ જોઈને ઉડી જશે તમારા હોંશ

 | 8:12 pm IST

કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ નું ત્રીજુ લુક રિલીઝ થઈ ગયું છે. અત્યાર સુધી ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ થઈ ગયા છે, અને દરેક પોસ્ટરમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. પરંતુ એટલું નક્કી છે કે ‘ક્વીન’ જેવી હિટ ફિલ્મો આપનારી આ જોડી એકવાર ફરીથી બોક્સ ઓફિસ પર ધમાલ કરવા માટે તૈયાર છે. રાજકુમાર રાવ પોતાની ફિલ્મને લઈને પહેલા જ જાહેર કરી દીધું છે કે ‘મેન્ટલ હૈ ક્યા’ એક અલકગ પ્રકારની કોમેડી ફિલ્મ છે.

તેમજ આ ફિલ્મમાં એકદમ અલગ અને વિચિત્ર કોમેડી જોવા મળશે. કંગના પાવરહાઉસ કલાકાર છે અને તે ‘ક્વીન’ પછી એકતા કપૂરની સાથે ફરીથી કામ કરી રહી છે. ફિલ્મના પોસ્ટરને સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહ્યું છે.

તેમજ ફેન્સ દ્વારા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘મેન્ટલ હૈ ક્યા’ ની કહાની કનિકા ઢિલ્લોનએ લખી છે. આ ફિલ્મના ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદ્દી છે. ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂર છે. આ વખતે એકતા કપૂર ફરી એકવાર આ હિટ જોડી સાથે કંઈક નવું કરવાની તૈયારીમાં છે.