શપથવિધિ સમારોહમાં આવેલા મહેમાનોને પિરસાયું શાહી ભોજન, જાણો શું હતું મેનુ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • શપથવિધિ સમારોહમાં આવેલા મહેમાનોને પિરસાયું શાહી ભોજન, જાણો શું હતું મેનુ

શપથવિધિ સમારોહમાં આવેલા મહેમાનોને પિરસાયું શાહી ભોજન, જાણો શું હતું મેનુ

 | 7:56 pm IST

શપથ વિધિ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નવી સરકારના મંત્રીઓ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિરે ભોજન લીધું હતું. ભોજનની સાથે જ વડાપ્રધાને બેઠક યોજી નવા મંત્રીમંડળને માર્ગદર્શન પૂરું પાડયું હતું. ભાજપ શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, વીવીઆઈપી હસ્તીઓ માટે મહાત્મા મંદિરમાં શાહી ભોજન પીરસાયું હતું.

વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિત અન્ય રાજ્યોના નેતાઓ માટેના ભોજનમાં રસીલા પાઈનેપલ, ખાંડવી, ટામેટાનો સૂપ, લીલવા પાત્રા, લીલવા કચોરી, ટમટમ ઢોકળા, દહીંવડા, પાપડ, અથાણું, ચટણી, છાસ, મિક્સ સલાડ, ગ્રીન સલાડ, સમોસા, જલેબી, રાજભોગ, મોહનથાળ, મટર પનીર, તંદુરી સબજી, આલુ મટર, રોટલી, અજવાઈન પરોઠા, ઊંધિયું, મસાલા ભાખરી, મસાલા ચણા, દાળ તડકા, ગુજરાતી કઢી, જીરા પુલાવ, પાપડી પુરી અને મુખવાસ સહિતનું શાહી ભોજન પીરસવામાં આવ્યું હતું. ગુજરાત બહારના નેતાઓએ શાહી ભોજનની જ્યાફતથી ખુશખુશાલ થઈ ગયા હતા અને શાહી ભોજનના ભારે વખાણ કરતાં નજરે પઢયા હતા.