Mercedes-Benz maker fined US 1.5 billion in US Business
  • Home
  • Business
  • મર્સિડીઝ બેન્ઝ બનાવતી કંપનીને USમાં 1.5 બિલિયન ડોલરનો દંડ

મર્સિડીઝ બેન્ઝ બનાવતી કંપનીને USમાં 1.5 બિલિયન ડોલરનો દંડ

 | 7:00 am IST

નવી દિલ્હી :

જગવિખ્યાત મર્સિડીઝ બેન્ઝ કાર બનાવતી કંપની જર્મનીની ડાઇમલર એજીને અમેરિકામાં પ્રદૂષણના કાયદાના ભંગ બદલ ૧.૫ બિલિયન ડોલરનો દંડ ફટકારાયો છે. કંપનીએ અમેરિકામાં લગભગ ૨.૫૦ લાખ ડીઝલ કાર અને વેનમાં પ્રતિબંધિત સોફ્ટવેર લગાવ્યું હતું, જેને પગલે કારમાંથી થતા ઉત્સર્જન મર્યાદા કરતાં ઓછું દેખાડવામાં મદદ મળતી હતી. મર્સિડીઝ બેન્ઝ યુએસ એલએલસી યુનિટે જણાવ્યું કે કંપની અમેરિકી સત્તાવાળાઓ સાથે સમાધાન હેઠળ ૧.૫ બિલિયન ડોલર દંડ તરીકે જમા કરાવશે. ૨.૫૦ લાખ વાહનોનાં માલિકોને ૭૦૦ મિલિયન ડોલર આપવા માટે પણ સહમત થઇ છે.

દરેક વાહનોનાં સમારકામ માટે ડાઇલમર લગભગ ૩૨૯૦ ડોલર આપશે. કંપનીએ વાહનમાલિકોના વકીલો માટે ફી અને ખર્ચની ચુકવણું નહીં કરે એમ જણાવ્યું હતું. આ ખર્ચ લગભગ ૮૩૪ લાખ ડોલર છે. આ અંગે ડેપ્યુટી એટર્ની જનરલ જેફ રોજને કહ્યું કે, ભવિષ્યમાં અમેરિકાના પ્રદૂષણ કાયદાનો ભંગ કરનારા કોઇ પણ વ્યક્તિ કે અન્ય કંપનીએ ભારે દંડ અને સજા માટે તૈયાર રહેવું જોઇએ.

સમાધાનમાં ક્લીન એર એક્ટ હેઠળ ૮૭૫૦ લાખ ડોલરની સિવિલ પેનલ્ટી લગાડાઇ છે. એ ઉપરાંત પ્રદૂષણ ફેલાવનારાં વાહનોને સરખા કરવા માટે અને વધુ ઉત્સર્જન માટે કંપની પર ૫૪૬૦ લાખ ડોલરનો દંડ લગાવાયો છે. ડાઇલમર કંપની કેલિર્ફોિનયા રાજ્યને કુલ ૨૮૫૬ લાખ ડોલર પ્રદૂષણ કાયદાનો ભંગ કરવા બદલ જમા કરાવશે.

ડાઇલમર જર્મનીમાં પણ દંડાઈ

એ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૧૯માં ડાઇલમર કંપનીએ પણ જર્મનીમાં પ્રદૂષણના કાયદાનો ભંગ કરવાના કિસ્સામાં દંડ ભરવો પડયો હતો. દંડની રકમ લગભગ ૮૭૦૦ લાખ યૂરો હતી.

અમેરિકામાં વોક્સવેગન અને ડાઇલમરે પેસેન્જર ડીઝલ વાહનોનું વેચાણ બંધ કર્યું

સમાચાર સંસ્થાના હેવાલ મુજબ વોક્સવેગન અને ડાઇલમરે અમેરિકામાં પેસેન્જર ડીઝલ વાહનનાં વેચાણ બંધ કરી દીધાં છે.એ સાથે જ કંપનીઓને મોટો ફટકો પણ પડશે. એ ખરું કે કોરોનાના સંકટમાં દરેક ક્ષેત્રમાં માગ ઘટી છે, ત્યારે કેટલો આર્થિક ફટકો પડશે એ તો સમય જ કહેશે.

વોક્સવેગન અને ફિયાટને પણ દંડ થયો હતો

૨૦૧૫માં અમેરિકામાં ડીઝલ વાહનો પર પ્રદૂષણ સંબંધિત નિયમોની તપાસ શરૂ થઇ ગઇ હતી. વાસ્તવમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં કાર ઉત્પાદક કંપની વોક્સવેગને અમેરિકામાં ૫.૮૦ લાખ વાહનોમાં સીક્રેટ સોફ્ટવેર લગાવ્યું હતું, જેને કારણે વાહનો ઉત્સર્જનની નિયમાધીન મર્યાદા કરતાં ૪૦ ઘણું વધુ ઉત્સર્જન કરી દેતા હતા. આ બંને કંપનીઓ ઉપરાંત ફિયાટ ઓટોમોબાઇલ પર પણ પ્રદૂષણના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ૫.૮૭ હજાર કરોડ રૂપિયાનો દંડ લગાવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન