18 જૂને લૉંચ થશે મર્સિડીઝની આ શાનદાર કાર, આ બે કારો આપશે ટક્કર - Sandesh
  • Home
  • Technology
  • 18 જૂને લૉંચ થશે મર્સિડીઝની આ શાનદાર કાર, આ બે કારો આપશે ટક્કર

18 જૂને લૉંચ થશે મર્સિડીઝની આ શાનદાર કાર, આ બે કારો આપશે ટક્કર

 | 4:38 pm IST

મર્સિડીઝ હાલના સમયમાં એસ-ક્લાસના ગો-ફાસ્ટ વર્ઝન એસ63 4મેટિક પ્લસ પર કામ કરી રહી છે. જાણકારી મળી છે કે તેને ભારતમાં 18 જૂન 2018એ લૉંચ કરવામાં આવશે. તેની કિંમત 2.5 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેનો મુકાબલો બેંટલે કૉન્ટિનેંટલ જીટી અને પોર્શ પેનામેરા ટર્બો સાથે થશે.

મર્સિડીઝ-એએમજી એસ63 4મેટિક પ્લસમાં 4.0 લીટરનું વી8 બાયટર્બો એન્જિન મળશે, જે 612 પીએસનો પાવર અને 900 એનએમનો ટોર્ક આપશે. મર્સિડીઝ-એએમજી જીટી આરની તુલનામાં તેમાં 27 પીએસની વધારે પાવર અને 200 એનએમથી વધારે ટૉર્ક મળશે.

એન્જિન 9-સ્પીડ 9જી એએમટી સ્પીડશિફ્ટ ગિયરબોક્સ સાથે જોડાયેલું હશે, જે તમામ પૈડાઓ પર પાવર સપ્લાય કરશે. તેની ટૉપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાકની હશે, તેને એએમટી ડ્રાઈવર પેકેજ મારફતે 300 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકાય છે. 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવવામાં તેણે 3.5 સેકેન્ડનો સમય લાગે છે.