Mercury gochars in Aquarius sun-will-join-from-13th-these-10-zodiac-will-get-good-results
  • Home
  • Astrology
  • બુધનું કુંભ રાશિમાં ગોચર, 13મીએ સૂર્ય પણ આવશે યુતિમાં, આ 10 રાશિઓને થશે અતિ લાભ

બુધનું કુંભ રાશિમાં ગોચર, 13મીએ સૂર્ય પણ આવશે યુતિમાં, આ 10 રાશિઓને થશે અતિ લાભ

 | 1:14 pm IST

જ્ઞાનદાયિની અને વિદ્યા- બુદ્ધિ આપનારી માતા સરસ્વતીનું પર્વ વસંત પંચમી આવે તે પહેલાં જ સાતમી ફેબ્રુઆરીએ બુદ્ધિનો કારક ગ્રહ રાશિ બદલી રહ્યો છે. તે સાતમી ફેબ્રુઆરીએ ગુરુવારે મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યો છે. બુધ ગુરુવારે સવારે 10.19 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. જે આગામી 25મી ફેબ્રુઆરી 2019ને સોમવારે  સવારે 9.00 વાગ્યા સુધી તેમાં  રહેશે. બુધ ગ્રહના પ્રભાવ પર જ વ્યક્તિની કારકિર્દિ અને પ્રોફેશનલ લાઈફ નિર્ભર કરે છે. આવો જાણો બુધના ગોચરથી કઈ રાશિને થશે જબરદસ્ત ફાયદો. વળી આ બુધ સાથે આગામી 13મી ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિ છોડી કુંભમાં જશે… તેથી કુંભ રાશિમાં સૂર્ય બુધની યુતિ થશે.

મેષ(અ,લ,ઈ) :
મેશ રાશિથી બુધ અગિયારમા ભાવમાં ગોચર કરે છે. અહિં તે સૂર્ય સાથે યુતિ કરશે. બુધ અને સૂર્યની યુતિથી બુધઆદિત્ય યોગ બની રહ્યો છે. લાભ સ્થાનમાં બુધઆદિત્ય યોગથી તમને ધન લાભ થઈ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં સક્રિય રહેશો. યાત્રા યોગ પણ બની રહ્યો છે. લવ લાઈફ સક્રિય રહેશે. જો કુંવારા હોય અને લગ્નની વાતચિત ચાલતી હોય તો તેમાં શુભ સમાચાર મળે. કાર્યસ્થળ પર તમને સન્માન મળશે. બિઝનેસમાં રોકાણથી લાભ થાય.

વૃષભ(બ,વ,ઉ) :
બુધ તમારી રાશિથી 10મે ગોચર કરી રહ્યો છે. એના પ્રભાવથી સ્કોલરશિપ અને ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન તમે પોતાના બિઝનેસનો પણ વિસ્તાર કરી શકે છે. 10માં કર્મભાવે બુધ સૂર્ય સાથે હોવાથી વ્યક્તિ સારું કાર્ય પ્રદર્શન કરી શકે. જેનાથી તેમને લાભ થાય. બિઝનેસ પાર્ટનર અને ઓફિસમાં સીનિયરથી વખાણ થાય.

મિથુન(ક,છ,ઘ) :
તમારી રાશિથી નવમે થતી સૂર્ય બુધની યુતિ તમારા ભાગ્યને પ્રબળ બનાવે. ભાગ્ય માટે યોગ્ય તક આવી મળે. પ્રરાક્રમમાં સકારાત્મક પણે વધારો થાય. પિતાથી લાભ થાય. ઘરમાં થોડાં મતમતાંતરો રહે. આમછતાં આ સમયગાળા દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થાય. સારી નોકરીની તકો પ્રાપ્ત થાય.

કર્ક( ડ, હ) :
બુધ તમારી રાશિથી 8મે પસાર થયો છે. તેથી પરિવારમાં વિવાદ રહે. થોડું સંભાળીને ચાલવું. બુધ સૂર્ય સાથે આઠમે હોવાથી થોડું સંભાળવું. પડવા વાગવાથી સંભાળવું. પરિવારમાં સારા માઠા પ્રસંગો બને. પ્રોફેશ્નલ લાઈફ માટે અચાનક લાભની પ્રાપ્તિ થઈ શકે. ધન યોગ. કાર્ય કુશળતાથી ઉપરી અધિકારીથી લાભ થાય. સાવધાની રાખવી.

સિંહ (મ,ટ) :
બુધ તમારી રાશિથી સાતમે તમારી રાશિના માલિક સાથે યુતિમાં આવી રહ્યો છે. આથી તમારી આર્થિક વૃદ્ધિ થશે. માન સન્માનમાં વધારો થશે. યોગ્ય નિર્ણયોથી લાભ થાય. આમછતાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફોથી સાચવવું. જાત સાચવવી. જાહેર જીવન કે સામાજિક જીવન પર લાઈમ લાઈટમાં રહે. ખર્ચ વધે.

કન્યા(પ,ઠ,ણ) :
તમારી કુંડળીથી બુધ-સૂર્યનું છઠ્ઠા સ્થાને ભ્રમણ તમારા હિતમાં રહે. તમે કઠિન પરિસ્થિતિમાંથી બહાર આવશો. કાર્યક્ષેત્રમાં સફળતા મળે. ઉપરી અધિકારી પણ તમારા વખાણ કરે. ધન પ્રાપ્તિની વિશેષ સંભાવનાઓ રહેલી છે. જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાનું થાય. સંતાનોની પ્રગતિ વચ્ચેના અંતરાયો દૂર થાય.

તુલા(ર,ત) :
બુધ તમારી રાશિથી પાંચમે બુધનું ગોચર તમને શેર સટ્ટાથી લાભ અપાવે. સામાજિક રીતે નામના વધે. સંતાનોનું ભવિષ્ય સુધરે. લાભ થાય. ચિંતાઓ અને ઉપાધિઓમાંથી બહાર આવી શકો. નાણાકિય તકલીફો દૂર થાય. પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવાની તક મળે. સારું પ્રદર્શન કરી શકો. તેમાં વળી 13મી તારીખથી સૂર્ય બુધની યુતિ તમને લાભ કરતાં નિવડે. તમારી નામનામાં વધારો થાય. સારી તકો આવી મળે.

વૃશ્રિક (ન,ય) :
તમારી રાશિથી બુધ ચોથા સુખ સ્થાને ગોચર કરી રહ્યો છે. વળી તેમાં આગામી 13મી તારીખથી સૂર્ય પણ જોડાશે. તેથી માતા પિતા અને પરિવાર સાથે સમય વિતાવવો લાભપ્રદ નિવડે. પૈતૃક સંપત્તિમાં લાભ થાય. કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. પરિવારનો સહયોગ મળશે. જીવનસાથી સાથે ખુશી મહેસૂસ કરી શકો. ધન પ્રાપ્તિના પ્રબળ યોગ હોવાથી નાણાંકિય ચિંતાઓ હળવી થાય.

ધન(ધ,ભ,ફ,ઢ) :
બુધ તમારી રાશિથી ત્રીજે ગોચર કરી રહ્યો છે. તમારા કાર્યસ્થળ પર સંયમની સાથે કામ લેવાની સલાહ આપવામાં આવે છે. આમછતાં આ ગોચર અવશ્ય લાભકારી નિવડે. આ રાશિના અનેક લગ્ન વ્યસ્ક લોકોને વિવાહ યોગ અને ખાસ કરીને પ્રેમ વિવાહ થવાના યોગ દર્શાવે છે. આ માટે સમય સૌથી અનુકૂળ છે. ખર્ચ વધે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય સંભાળવું. દોડધામ વધે. પારિવારિક લોકોને મળવાનું થાય. આનંદમાં વધારો થાય. એકંદરે સમય શુભ નિવ઼ડે.

મકર(ખ,જ) :
બુધ તમારી રાશિથી બીજા ભાવે ગોચર કરી રહ્યો છે. તેથી તમારા માટે સ્થાન બળી બનતો હોવાથી શુભ નિવડે. તમને લાભ થાય. આર્થિક ક્ષેત્રે ઉન્નતિ થાય. તમારી આવકમાં વધારો થાય. પારિવારિક સંબંધોમાં મધુરતા આવે. જીવનસાથી સાથે સારું બને. મકાન કે મિલકતમાં રોકાણ કરી શકો. તમે ઉર્જા અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહેશો. વળી ગોચરમાં  સૂર્ય આગામી 13મી તારીખથી યુતિમાં આવતો હોવાથી, અન્ય બાબતો માટે શુભ પણ ડાબી આંખે સંભાળવું. કોઈ તકલીફ થઈ શકે.

કુંભ( ગ,શ,સ) :
બુધ તમારી રાશિથી પહેલાં સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આમ થવાથી તમારી પ્રોફેશનલ લાઈફ સકારાત્મક બનશે. તમારા કાર્યક્ષેત્રમાં તમે તમામ પડકારોમાંથી માર્ગ કાઢી શકશો. દાંપત્ય જીવન સુમધુર રહે. સમજદારીથી કામ લેશો તો સર્વ પ્રકારે સારો સમય. શુભ ફળ મળે. નામના અને કીર્તિમાં વધારો થાય.

મીન(દ,ચ,ઝ,થ) :
તમારી રાશિથી બુધ 12મે પસાર થઈ રહ્યો હોવાથી, તમારા ખર્ચ બુદ્ધિપૂર્વકના હશે. વળી 13મીથી સૂર્ય યુતિમાં આવતો હોવાથી આ યોગ તમને શત્રુઓ પર વિજય અપાવશે. જો કોઈ સંપત્તિ જન્ય પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવી શકે છે. ધન અને સંપત્તિના આદાન પ્રદાનમાં સાવધાની રાખવી. કર્જ ન લેવું કે ન કોઈને દેવું. આ સમય સામાન્ય રહે. કોઈ નકારાત્મક ફળ ન મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન