બુધ ગ્રહ અને રાશિ ફળ - Sandesh

બુધ ગ્રહ અને રાશિ ફળ

 | 12:02 am IST

જ્યોતિષ જગત

બુધ એ વાણીનો કારક ગ્રહ છે. બુધનાં જુદાં જુદાં નામો આ પ્રમાણે છે. બુધ, વિત્ત, જ્ઞા, સૌમ્ય, ચંદ્રપુત્ર, શ્યામગાત્ર, અતિદીર્ઘ, ઇંદુજ, મૃગક્તિનય, સોમકુમાર, પ્રભાસુત.

બુધ કુમાર સ્વરૂપનો જાણવો. બુધ રજોગુણી ગ્રહ છે.

બુધ મિથુન (૩) કન્યા (૬) રાશિનો અધિપતિ છે. બુધ જે ગ્રહ સાથે હોય તેવો બને છે. એટલે શુભ ગ્રહ સાથે હોય તો તે શુભ અને અશુભ ગ્રહ સાથે હોય તો અશુભ બને છે.

બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો બને છે. બુધ, મીન રાશિમાં નીચનો બને છે. બુધ, મિથુન અને કન્યા રાશિમાં સ્વગૃહી બને છે. બુધ કન્યા રાશિમાં આવ્યા પછી પંદર અંશ સુધી ઉચ્ચનો બને છે. પછી વીસ અંશ સુધી મૂળ ત્રિકોણ બને છે અને છેવટે છેલ્લા અંશ સુધી સ્વગૃહી બને છે.

બુધ નપુંસક ગ્રહ છે. બુધ શુક્ર ગ્રહ છે. બુધનો રંગ પોપટીઓ જાણવો. બુધનો સ્વામી વિલ્કાક જાણવો. બુધ ઈશાન ખૂણાનો સ્વામી જાણવો. બુધ આડું જુએ છે.

મિત્ર

સૂર્ય, શુક્ર, રાહુ-બુધના મિત્રો જાણવા.

મંગળ, ગુરુ, શનિ-બુધના સમ (તટસ્થ) જાણવા.

ચંદ્ર બુધનો શત્રુ જાણવો.

બુધ પૂર્વ દિશામાં બળવાન બને છે. બુધ ઉત્તર દક્ષિણાયનમાં બળવાન જાણવો. બુધ દિવસના પહેલા ભાગમાં બળવાન બને છે.

બુધ મિથુન રાશિનો, કન્યાનો, બુધવારે પોતાના નવમાંશમાં ધન રાશિમાં સૂર્ય સાથે ન હોય તો ઉત્તરાયનમાં રાશિના મધ્ય ભાગમાં બળવાન જાણવો.

બુધ લગ્નમાં હોય તો કીર્તિ મળે છે. બુધ હંમેશાં ફળ આપે છે.

શીર્ષોદય રાશિ (૩-૫-૬-૭-૮-૧૧) માં રહેલો બુધ દશાના પાછલા ભાગમાં ફળ આપે છે. પૃષ્ઠોદય રાશિ (૧-૨-૪-૯-૧૦ રાશિ)માં રહેલો બુધ દશાનાં પાછલા ભાગમાં ફળ આપે છે અને ઉભયોદય રાશિ (૧૨ રાશિ)માં રહેલો બુધ દશાના બધા ભાગમાં ફળ આપે છે.

બુધ આકાશમાં ઊગતી વખતે માથાના ભાગથી ઉદય પામે છે. બુધ કુમાર છે. બુધની જીવ સંજ્ઞા છે. બુધ એ વૃક્ષનો સ્વામી છે. બુધ મિશ્ર સ્વભાવનો છે.

બુધનું નંગ નીલમ (લસણિયો) અને પાનું પણ છે. બુધની પ્રસન્નતા માટે નવગ્રહની વીંટીમાં, ઈશાન ખૂણામાં પાનું-નંગ નાખી પહેરવું.

બુધની ગ્રહની મંત્ર સંખ્યા-૦૦૦ છે.

બુધ શરીરમાં ચામડી પર અસર કરે છે. બુધનો મિશ્ર સ્વાદ જાણવો. બુધનું સ્થાન સ્ત્રી-પુરુષોનું એકાંત જાણવું અને જ્યાં વિદ્વાન માણસો રહેતા હોય ત્યાં જાણવું. બુધ પૃથ્વીનો સ્વામી છે. બુધનું વસ્ત્ર કોહ્યલું અને કાણાવાળું વસ્ત્ર જાણવું.

જો બુધ નિર્બળ હોય તો, પેટમાં વાયુનો રોગ કરે છે. છૂપા ભાગના રોગો પણ બુધની ખરાબ અસરના કારણે થાય છે. અજીર્ણ, સંગ્રહણી વગેરે રોગોના અનુભવ થાય છે. વિષ્ણુ વિપ્રચાકરોના શાપથી આ રોગ થાય છે.

બુધના કારણે વાત, પિત્ત તથા કફ, બે પગ અને બે હાથને પીડાકારક બને છે.

બુધ-ગ્રહથી નીચેની બાબતો સમજી શકાય છે.

જ્ઞાન, બુદ્ધિ, મુસાફરી, જ્ઞાનતંતુ, વ્યાપાર, યુવાની, વ્યાવહારિક, સાધના, યાદદાસ્ત, નોકરચાકર, મિત્ર, પારો, પીળા રંગના વિશે સમજી શકાય છે.

બુધનો મંત્ર-

çÐí²XÜUçH²¢ÜU¢S²¢}¢æ LÐÐíç¼²æ Ï¢é{}¢ì ।

„¢ñ}² „¢ñ}²x¢é‡¢¢ï±ïæ¼ y±æ Ï¢é{æ Ð퇢}²¢ã}¢ì  ।।

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન