mercury planet transit in Pisces effect on zodiac sign horoscope
  • Home
  • Astrology
  • આજથી 25 એપ્રિલ સુધી બુધનું થયુ રાશિ પરિવર્તન, આ પાંચ રાશિઓની મુશ્કેલી વધશે

આજથી 25 એપ્રિલ સુધી બુધનું થયુ રાશિ પરિવર્તન, આ પાંચ રાશિઓની મુશ્કેલી વધશે

 | 8:50 am IST

બુધ ગ્રહ 7 એપ્રિલ 2020માં પોતાની નીચ રાશિ મીનમાં પ્રવેશ કરશે જે 25 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર કોઈ પણ ગ્રહ પોતાની નીચ રાશિમાં પ્રવેશે ત્યારે તે પીડિત, બળહીન, નબળો થાય છે. આવી સ્થિતિમાં બુધ ગ્રહ ખુબ સકારાત્મક ફળ નહી આપે. બુધ ગ્રહના નકારાત્મક પ્રભાવથી પાંચ રાશિઓનો સમય ખુબજ ખરાબ થવાનો છે.

મેષ રાશિ
આપના કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય. નોકરીની ચિંતા દૂર થાય. ખર્ચ રહે. મનની મૂંઝવણ કે અશાંતિ દૂર થાય. સ્વજનનો સહકાર મળે. સફળતાની તક આવી મળે.

વૃષભ રાશિ
આવક સામે ખર્ચ વધતાં જણાય. કૌટુંબિક વિવાદથી દૂર રહેજો. અગત્યની તક સર્જાય. આવક-ખર્ચને સમતોલ રાખજો. પ્રવાસ સફ્ળ જણાય. આરોગ્ય જળવાતું લાગે.

મિથુન રાશિ
ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાય. પ્રસન્નતા સર્જાય. આવકવૃદ્ધિના પ્રયત્નો ફ્ળે. સામાજિક કામ-પ્રસંગ અંગે સાનુકૂળતા. આવક વધારવી મુશ્કેલ જણાય. સમાધાનકારી વલણ ઉપયોગી જણાય.

કર્ક રાશિ
લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા રહે. તબિયત સાચવવી. ઉતાવળા નિર્ણય કે અમલથી સાવધ રહેજો. નુકસાનથી ચેતવું. સ્નેહી-સ્વજનથી મિલન થાય.

સિંહ રાશિ
ધીરજની કસોટી થતી લાગે. માનસિક ઉદ્વેગ દૂર થાય. પ્રવાસ મજાનો રહે. આવક સામે ખર્ચનું પ્રમાણ વધવાના યોગ હોઈ ગણતરી રાખજો. સ્નેહીથી ગેરસમજ જણાય.

કન્યા રાશિ
આપના મનની મૂંઝવણનો ઉકેલ શોધી શકશો. ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો. પ્રવાસ ફ્ળે. ધાર્યું કરવાની ઉતાવળ -જિદ ટાળવી. સમજી-વિચારીને ચાલવું. વિવાદ અટકાવજો.

તુલા રાશિ
મહત્વનાં કામકાજો અંગે હજી વિલંબ જણાય. સ્નેહીથી મિલન-મુલાકાત. નાણાભીડ રહે. આર્થિક અને સામાજિક વ્યવહારોમાં સાવધ રહેજો. ગેરસમજો નિવારવી. પ્રવાસની તક મળે.

વૃશ્ચિક રાશિ
પ્રવાસ-મુલાકાત ફ્ળદાયી રહે. તણાવમુક્તિ જણાય. કાર્ય સફ્ળતા મળે. આપના પ્રયત્નો અને ધીરજનું ઈષ્ટ ફ્ળ આવતું જણાય. અગત્યની તક સર્જાય.

ધન રાશિ
આપની ધારણાઓ અવળી પડતી જણાશે. વિલંબથી કાર્ય સફ્ળતા જણાય. ખર્ચ રહે. માનસિક તણાવ દૂર થાય. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. પ્રવાસ ફ્ળે.

મકર રાશિ
મહત્વનાં કામકાજો અંગેની ગૂંચ-ચિંતા દૂર થતી જણાય. સ્નેહી-સ્વજનથી મિલન. વ્યથા-વેદના હશે તો દૂર થાય. આવકનો માર્ગ મળે. સામાજિક કામ-પ્રસંગ પતે.

કુંભ રાશિ
સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો. ગૃહવિવાદ ટાળજો. તબિયત નરમ જણાય. પ્રતિકૂળતા-સંઘર્ષ અને કોઈ ચિંતા હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ સર્જાય.

મીન રાશિ
પરિસ્થિતિ સુધરતી લાગે. નસીબનો સાથ જણાય. સ્વજનની મદદ રહે. આપના પ્રયત્નો ફ્ળદાયી જણાય. ખર્ચ-ખરીદીનો પ્રસંગ. તબિયત સાચવવી.

આ વીડિયો જુઓ: શ્રીગણેશની ભજનથી ભક્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન