Astrology Mercury remedies get success child wealth and marital life
  • Home
  • Astrology
  • આજથી ગુરૂ થઈ રહ્યો છે વક્રી જાણો કેવી પડશે તેની અસર

આજથી ગુરૂ થઈ રહ્યો છે વક્રી જાણો કેવી પડશે તેની અસર

 | 10:36 am IST

જો તમારી જન્મકુંડળીમાં ગુરૂ નબળો હોય છે તો તમારે કેટલીક તકલીફો ભોગવવી પડતી હોય છે. જેમની કુંડળીમાં ગુરૂ નબળો હોય તેઓને ધારી સફળતા મળતી નથી હોતી. જે કાર્ય કરે છે તેમાં નિષ્ફળતા મળતી હોય છે. ગુરૂનો ખુબ મોટો પ્રભાવ રહેલો હોય છે. તેને મજબુત કરવાથી તમામ કાર્યોમાં ધારી સફળતા મળે છે. વળી ગુરૂ જેનો પ્રભાવશાળી હોય છે તેમને ક્યારેય દરિદ્રતા નડતી નથી. તેમને ત્યાં હંમેશા ધન-ધાન્યની વૃદ્ધિ થતી હોય છે.

ગુરૂ નબળો હોય તે જાતક ન તો ધન કમાઈ શકે છે ન વૈવાહિક જીવનનો ફાયદો ઉઠાવી શકે છે. નોકરી ધંધામાં પણ નિષ્ફળતા મળે છે. આજ કારણે કહેવામાં આવે છે કે કુંડળીમાં રહેલ ગુરૂને પહેલા મજબુત બનાવો. આ દિવસે સાધકે મન વિચારથી શદ્ધ રહેવું જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ સિવાય કેટલાક એવા સરળ ઉપાય કરવાથી તમારો ગુરૂ મજબુત બની જશે.

સંતાન પ્રાપ્તિના ઉપાય

જો તમને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી આવતી હોય તો તમારે ગુરૂવારે પીળા ધાનની વસ્તુઓનું દાન કરવું જોઈએ. પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. પીળી વસ્તુઓ જેમકે સોનું, હળદર, ચણા ફળનું દાન કરવું જોઈએ.

ધન પ્રાપ્તિના ઉપાય

ગુરૂવારે પૂજામાં કેસરનું તિલક લગાવવું જોઈએ. જો કેસર ન હોય તો હળદરનું તિલક લગાવવું જોઈએ. આ ઉપાય સતત કરશો તો તમારા ધનધાન્યમાં વૃદ્ધિ થશે. લક્ષ્મીજીની કૃપા રહેશે. ક્યારેય ધનની કોઈ કમી નહી રહે.

વૈવાહિક જીવનના ઉપાય

જો ગુરૂના કારણે તમારા વૈવાહિક જીવનમાં તકલીફ આવી રહી છે તો બ્રહસ્પતિ દેવની તસવીર પીળા રંગના કપડા પર બેસાડી પૂજા કરવી જોઈએ. પૂજામાં કેસરિયું ચંદન, પીળા ચોખા, પીળા ફુલ અને પ્રસાદમાં પીળો પકવાન ધરાવવો જોઈએ.

દુશ્મનોથી છુટકારો મેળવવાના ઉપાય

જેનો ગુરૂ નબળો હોય તેને દુશ્મનો ખુબ હેરાન પરેશાન કરે છે. ગુરૂનો પ્રભાવ એવો છે કે દુશ્મનો ચપટીમાં ધૂળ ચાટતા થઈ જાય છે. જો તમે પણ દુશ્મનોને માત આપવા માંગો છો તો સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવી પીળા કપડાં ધારણ કરવા જોઈએ. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આ એક અચુક ઉપાય છે તેનાથી ખુબ સારૂ ફળ મળે છે.

રોગોથી મુક્તિ મેળવવાના ઉપાય

જો તમને કોઈ રોગ સતાવી રહ્યો હોય તો તમે આ ઉપાય કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરો. ભોજનમાં પીળા રંગનો ઉપયોગ ન કરો. લાડુ, કેળા, બેસનનો જમવામાં ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન