mercury transit in Gemini effect of all zodiac signs astrology
  • Home
  • Astrology
  • બુધ કરશે મિથુન રાશિમાં પ્રવેશ રાહુ સાથેની યૂતિ કુદરતી સંકટને ટાળશે-કોરોનાથી અપાવશે રાહત

બુધ કરશે મિથુન રાશિમાં પ્રવેશ રાહુ સાથેની યૂતિ કુદરતી સંકટને ટાળશે-કોરોનાથી અપાવશે રાહત

 | 3:31 pm IST

બુધ 24મેના રોજ મધ્યરાત્રિએ 11 કલાક અને 56 મિનિટે વૃષભ રાશિની યાત્રા સમાપ્ત કરીને પોતાની સ્વયંની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ 1 ઓગસ્ટ મધ્યરાત્રિ સુધી બીરાજમાન રહેશે. ત્યારબાદ પોતાના પિતાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં રાહુ પહેલેથી જ બીરાજમાન હોવાથી બુધના આવવાથી રાહુના દોષથી મુક્તિ મળશે.

જ્યારે પણ બુધ અને રાહુ એક સાથે હોય છે રાહુ દોષ દૂર થાય છે. આથી ભારતમાં હાલ જે કોરોનાનું સંકટ ચાલી રહ્યુ છે તેનાથી મુક્તિ મળશે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ મીન રાશિમાં નીચરાશિના માનવામાં આવે છે. આ રાશિ પરિવર્તનથી યુવાનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ શિક્ષણ પર સીધી અસર થશે. તમારી રાશિ પર રાહુ અને બુધની યુતિથી કેવો પ્રભાવ પડશે જાણીએ વિસ્તારથી.

મેષ રાશિ
સમયના તકાજાને સમજજો. વિવેકબુદ્ધિથી નિર્ણય ફળદાયી નીવડશે. મતભેદો નિવારી લેજો. ખર્ચાળ પ્રસંગ.

વૃષભ રાશિ
માનસિક તણાવ અને ચિંતાનો બોજ ઊતરતો જણાય. મહેનતનું શુભ પરિણામ આવતું જોવાય. મિલન-મુલાકાત.

મિથુન રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય. નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. સ્વજનથી ગેરસમજ નિવારજો.

કર્ક રાશિ
કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રિયજનનો સહકાર.

સિંહ રાશિ
આર્થિક આયોજન અને વિકાસ તરફ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

કન્યા રાશિ
હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઇષ્ટફળ સારું મળે. મનમેળ સાધી લેજો.

તુલા રાશિ
આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. આપની ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
લાભ યા સફળતા અટકતા લાગે. વધુ યત્નો જરૂરી. અકસ્માતથી સાવધ રહેવું.

ધન રાશિ
આપની ઇચ્છા કે જિદ મુજબ ફળ મળવું મુશ્કેલ લાગે. સમાધાનકારી વલણ કામ લાગે.

મકર રાશિ
સામાજિક કામ-પ્રસંગ માટે સાનુકૂળતા. આર્થિક તંગી જણાય. સ્વજનથી સહકાર.

કુંભ રાશિ
આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત. ગૃહજીવનમાં સંવાદિતા.

મીન રાશિ
આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. ફતેહની તક. કુદરતી મદદ મળે.

આ વીડિયો જુઓ: અમદાવાદમાં આવેલા શ્રી હરિહર મારૂતિ તીર્થધામના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન