Mercury will be in Scorpio from January 26 know impact of all zodiac signs
  • Home
  • Astro
  • 26 જાન્યુઆરી સુધી વૃશ્ચિક રાશિમાં બુધ રહેશે અસ્ત, આ રાશિઓ માટે શરૂ થયો ખુબજ અશુભ સમય

26 જાન્યુઆરી સુધી વૃશ્ચિક રાશિમાં બુધ રહેશે અસ્ત, આ રાશિઓ માટે શરૂ થયો ખુબજ અશુભ સમય

 | 9:28 am IST
  • Share

સૂર્ય રાશિ બદલીને ધનમાં પ્રવેશવાથી બુધ અસ્ત થઇ ગયો છે. આ પહેલાં બૃહસ્પતિ તેની જ રાશિમાં સૂર્યના પ્રવેશથી અસ્ત થઇ ગયો છે. બુધ 22 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે. જેના પ્રભાવથી આ દિવસોમાં અનેક લોકોએ લેવડ-દેવડ અને રોકાણ કરવામાં સાવધાની રાખવી.

બુધના પ્રભાવથી આ રાશિઓના જાતકોએ સંભાળીને રહેવું પડશે. આ ગ્રહના અસ્ત થઇ જવાથી થોડાં લોકોની યોજનાઓ અસફળ થઇ શકે છે. કામકાજમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. ત્યાં જ થોડાં લોકો માટે સમય સારો રહેશે.

બુધના અસ્ત થવાથી આ રાશિઓ ઉપર ખરાબ અસર થશે

મેષ રાશિ
બુધના અસ્ત થવાથી આર્થિક ફાયદામાં ઘટાડો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઘટી જશે. પારિવારિક મામલાઓની પરેશાનીઓમાં ઘટાડો આવી શકે છે. લગ્નજીવન અને સ્વાસ્થ્યના મામલે સમય સામાન્ય રહેશે. આ દિવસોમાં વાહન સાવધાનીથી ચલાવો.

વૃષભ રાશિ
બુધના અસ્ત થઇ જવાથી તમારું લગ્ન જીવન પ્રભાવિત થઇ શકે છે. સંતાન સંબંધી પરેશાનીઓ આવી શકે છે. ભાગેદારીના કામકાજમાં તમને ઓછો ફાયદો મળશે. સ્વાસ્થ્યમાં બદલાવ આવે તેવી સંભાવના છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ પણ મહેનત વધારે કરવી પડશે.

મિથુન રાશિ
સ્વાસ્થ્યના મામલે સમય સામાન્ય રહેશે, પરંતુ આ દિવસોમાં સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ બેદરકારી રાખવી નહીં. ગોચર સમયગાળા દરમિયાન વિરોધીઓ અને દુશ્મનોથી સંભાળીને રહેવું. આ દિવસોમાં મહેનત પ્રમાણે ફાયદો મળી શકે છે. જેટલું કામ કરશો તેટલો વધારે ફાયદો મળશે. બુધના અસ્ત થવાથી કાનૂની વિવાદોથી બચીને રહેવું. ગેરકાનૂની કાર્યોથી દૂર રહેવું. બુધના કારણે તમારો ખર્ચ વધી શકે છે.

કર્ક રાશિ
કાર્યબોજ અને વ્યસ્તતા વધતી લાગે. આપના કામને ક્રમવાર ગોઠવી રાહત મેળવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાત.

સિંહ રાશિ
ધીમે ધીમે આગળ વધીને કાર્ય સફળતાનો માર્ગ કંડારી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા જાળવજો. ખર્ચ પર અંકુશ જરૃરી.

કન્યા રાશિ
માનસિક અને ભાવનાત્મક સમતોલન જાળવજો. ફળ દૂર ઠેલાતું જણાય. પ્રવાસની યોજના. તુલા સામાજિક, કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.

વૃશ્ચિક રાશિ
મનનો પરિતાપ અને રૃકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સૂઝે. પ્રવાસ. ધન પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્િથક સમસ્યાને સુલઝાવી શકશો. વિવાદ ટાળવો.

મકર રાશિ
આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.

કુંભ રાશિ
શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યવસાયિક બાબતનો હલ મળે. મીન ધીરજનાં મીઠાં ફળ ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસ

આ વીડિયો જુઓ: દર્શન કરો અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમા આવેલ કાળા રામજી મંદિરના

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો