This Is What American Media Wrote About SC Judgement On Ayodhya
  • Home
  • Ayodhya Verdict
  • જાણો રામ મંદિરનાં ચુકાદા પર અમેરિકન અને પાકિસ્તાની મીડિયાએ શું લખ્યું

જાણો રામ મંદિરનાં ચુકાદા પર અમેરિકન અને પાકિસ્તાની મીડિયાએ શું લખ્યું

 | 4:20 pm IST

અયોધ્યા મામેલ સુપ્રીમ કૉર્ટે આજે શનિવારનાં રોજ ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની 5 જજની ખંડપીઠે કહ્યું કે, “કેન્દ્ર સરકાર વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે અને ત્રણ મહિનામાં તેમની યોજના સોંપે.” સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ હવે અમેરિકન મીડિયાનું વલણ પણ સામે આવ્યું છે. અમેરિકાના અખબાર વોશિન્ગ્ટન પોસ્ટે કહ્યું કે, ‘દાયકા જૂના આ વિવાદમાં આવેલો ચૂકાદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી જીત છે.’ વોશિન્ગટન પોસ્ટે કહ્યું કે, ‘હિન્દુ ભગવાન રામ માટે વિવાદિત સ્થળ પર મંદિર બનાવવું લાંબા સમયથી ભાજપનો ઉદ્દેશ્ય હતો.’

તેમાં આગળ લખ્યું છે કે, ‘ભારતની સુપ્રીમ કોર્ટે દેશનાં સૌથી વિવાદિત ધાર્મિક સ્થળને ટ્રસ્ટને આપવાનો આદેશ આપ્યો જે જગ્યાએ ક્યારેક મસ્જિદ હતી. હવે એ જગ્યાએ હિન્દુ મંદિરનાં નિર્માણનો રસ્તો સાફ કરી દીધો છે.’ તો બીજી તરફ સંયુક્ત અરબ અમીરાતની વેબસાઇટ ગલ્ફ ન્યૂઝે લખ્યું છે કે, ‘134 વર્ષનો વિવાદ 30 મિનિટમાં પૂર્ણ થઇ ગયો. હિન્દુઓને અયોધ્યાની જમીન મળશે. મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવશે.’

પાકિસ્તાની અખબાર ધ ડોને લખ્યું, ‘ભારતની સુપ્રીમ કોર્ટે તે વિવાદિત સ્થળ પર, જ્યાં હિન્દુઓએ 1992માં મસ્જિદ તોડી હતી ત્યાં હિન્દુઓનાં પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે અયોધ્યાની જમીન પર મંદિર બનાવવામાં આવશે. જોકે કોર્ટે એ માની લીધું કે 460 વર્ષ જુની બાબરી મસ્જિદને તોડી એ કાયદાનું ઉલ્લંઘન હતું. કોર્ટનાં આ નિર્ણયથી ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચેનાં ભારે થયેલા સંબંધો પર મોટી અસર પડી શકે છે.’

અમેરિકાનાં છાપા ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટનાં નિર્ણયથી હિન્દુઓને એ જગ્યાએ મંદિર બનાવવાની મંજૂરી મળી જ્યાં પહેલા મસ્જિદ હતી. હિન્દુઓએ તેની યોજના 1992 બાદ તૈયાર કરી લીધી હતી, જ્યારે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદ અને અયોધ્યામાં મંદિર બનાવવાની લહેરથી જ સત્તામાં આવ્યા. આ તેમના પ્લેટફોર્મ માટે પ્રમુખ મુદ્દો હતો.’

બ્રિટિશ છાપા ગાર્જિયને પણ આ ચુકાદાને પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીની મોટી જીત ગણાવી. છાપાએ લખ્યું કે, ‘અયોધ્યામાં રામ મંદિર બનાવવું તેમના રાષ્ટ્રવાદી એજન્ડાનો ભાગ રહ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશના 20 કોરડ મુસ્લિમ સરકારથી ડર મહેસૂસ કરી રહ્યા છે. ગાર્જિયને કહ્યું કે 1992માં મસ્જિદ તોડી પાડવી એ ભારતમાં ધર્મનિરપેક્ષતા નાકામ થવાની સૌથી મોટી ક્ષણ હતી.’

આ વિડીયો પણ જુઓ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાબા રામદેવનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન