મેસ્સીએ બાર્સેલોનાનો પરાજય ટાળ્યો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • મેસ્સીએ બાર્સેલોનાનો પરાજય ટાળ્યો

મેસ્સીએ બાર્સેલોનાનો પરાજય ટાળ્યો

 | 2:42 am IST

મેડ્રિડ,  તા. ૯

સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ અંતિમ મિનિટોમાં ગોલ કરી બાર્સેલોનાને સ્પેનિશ લીગ લા લીગામાં વિલારિયલ સામે પરાજય મેળવતાં બચાવ્યું હતું. આ મેચ ડ્રો થતાં બાર્સેલોનાના ૩૫ પોઇન્ટ થયા છે અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે અને રિયલ મેડ્રિડથી પાંચ પોઇન્ટ પાછળ થઈ ગયું છે. રિયલ મેડ્રિડ ૪૦ પોઇન્ટ સાથે પ્રથમ અને સેવિલા ૩૬ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. સેવિલાએ રિયલ સોસિદાદને ૪-૦થી કચડી ઔનાખ્યું હતું.

બાર્સેલોના અને વિલારિયલ વચ્ચેની મેચના પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં સફળ થઈ નહોતી. બાર્સેલોનાની ટીમ છેલ્લી છ મેચ પૈકી પાંચમાં પ્રથમ હાફમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજા હાફમાં વિલારિયલના નિકોલા સેનસને ૪૯મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. તે પછી બે વખત બાર્સેલોનાની પેનલ્ટી અપીલ ફગાવાઈ હતી જ્યારે એક વખત વિલારિયલને પણ પેનલ્ટીની અપીલને માન્ય રાખી નહોતી. મેચ અંતિમ સમયમાં પહોંચી રહી હતી અને બાર્સેલોના પર હારનું સંકટ તોળાયું હતું ત્યારે લિયોનેલ મેસ્સીએ મેચની ૯૦મી મિનિટે ફ્રી કિક દ્વારા ગોલ કરી બાર્સેલોનાને ૧-૧ની બરાબરી પર લાવી દઈ મેચ ડ્રો કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બાર્સેલોનાની ટીમ ગત અઠવાડિયે કોપા-ડેલ રે કપમાં એથલેટિક બિલબાઓ સામે ૧-૨થી હારી ગઈ હતી જેને કારણે નવા વર્ષમાં બાર્સેલોના માટે હજુ જીતનું ખાતું ખોલાયું નથી.