લિયોનેલ મેસીના બે ગોલ, કિંગ્સ કપના ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યું બાર્સિલોના - Sandesh
  • Home
  • Sports
  • Football
  • લિયોનેલ મેસીના બે ગોલ, કિંગ્સ કપના ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યું બાર્સિલોના

લિયોનેલ મેસીના બે ગોલ, કિંગ્સ કપના ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યું બાર્સિલોના

 | 6:37 pm IST

કિંગ્સ કપ ટૂર્નામેન્ટમાં સેલ્ટા વીગોને બાર્સેલોનાના હાથ કારમા પરાજયનો ભોગ બનવું પડયું હતું. ક્વાર્ટરફાઈનલ માટેના મુકાબલામાં બાર્સેલોનાએ સેલ્ટા વીગોને બંને તબક્કામાં થઈને ૬-૧થી પરાજય આપ્યો હતો. બીજા તબક્કામાં બાર્સેલોનાએ સેલ્ટા વીગોને ૫-૦થી પરાજય આપ્યો હતો.

આ તબક્કામાં આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. મેચની શરૃઆતમાં જ ૧૩મી અને ૧૫મી મિનિટે મેસ્સીએ બે ગોલ ફટકારીને બાર્સેલોનાને લીડ અપાવી દીધી હતી. એલ્બાની મદદથી મેસ્સી બંને ગોલ કરવામાં સફળ રહ્યો હતો.

મેસ્સીએ આ મદદનો બદલો પણ એલ્બાની મદદ કરીને જ ચૂકવ્યો હતો. મેચની ૨૮મી મિનિટે એલ્બા ગોલ કરવા માટે આગળ વધી રહ્યો હતો ત્યારે મેસ્સીએ તેને મદદ કરી હતી. આ સાથે જ એલ્બાએ મેચનો ત્રીજો અને બાર્સેલોનાનો પણ ત્રીજો ગોલ ફટકાર્યો હતો.

આ રીતે તેમની ટીમ ૩-૦થી આગળ વધી ગઈ હતી. સુઆરેઝે તેની ત્રણ જ મિનિટ બાદ ચોથો ગોલ ફટકાર્યો હતો. બાર્સેલોના દ્વારા જે રીતે કારમો પરાજય અપાયો છે તે જોતાં વીગોની ટૂર્નામેન્ટમાં વાપસી થાય તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.