Meteorological Department Forecast: The next 5 days in Gujarat are heavy for these areas
  • Home
  • Corona live
  • હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારો માટે ભારે, 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારો માટે ભારે, 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે

 | 3:00 pm IST

એકબાજુ કોરોના વાયરસ રાજ્યમાં કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યાં વાવાઝોડું, વરસાદ, ભૂકંપ જેવી કૃદરતી આફતો પણ વિશ્વને હંફાવી રહી છે. આજે ગુજરાતને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે.

હવામાન વિભાગના મતે આગામી 28-29 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 30-31 મેના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક બાજુ વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભાગ એક્શનમાં આવી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાં અંગે બે દિવસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ ગુજરાતમાં યથાવત રહેશે. એટલું જ નહીં, અમદાવાદમાં આગામી 48 કલાક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પરંતુ હવામાન વિભાગે અનેક શહેરોમાં ઓરેન્જે એલર્ટ અને હિટવેવની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 48 કલાક ખુબ જ ભારે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદની કોઈ શકયતા નથી. પરંતુ 28 અને 29મેં દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે 30 અને 31 મેંના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આગામી 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

કોરોના વચ્ચે ગુજરાતમાં એક નહીં બે વાવાઝોડાં સક્રિય

ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે.

બીજા વાવાઝોડાની શક્યતા

આ સિવાય રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.

લગભગ 110 કિમીની ઝડપે ટકરાઈ શકે વાવાઝોડું

ગુજરાતમાં 3જી જૂને વાવાઝોડું આવશે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્રબિદું હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન