અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો એપ્રિલ મહિનામાં ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેવા કુદરતી પ્રકોપ આવશે? – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો એપ્રિલ મહિનામાં ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેવા કુદરતી પ્રકોપ આવશે?

અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો એપ્રિલ મહિનામાં ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેવા કુદરતી પ્રકોપ આવશે?

 | 9:30 am IST
  • Share

આગામી દિવસમાં હજુ ગલ્ફ તરફથી આવતું ધૂળકટ આવે. તા.૪ થી ૭માં ગલ્ફ તરફનું ધૂળકટ કચ્છ તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગોને પ્રભાવી કરી શકે. તા.૩ થી ૫માં ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકિનારે હવામાનમાં પલટો આવે અને વાદળો આવવાની શક્યતા રહે તેમ અંબારામ દા. પટેલે જણાવ્યું છે.

તા.૧૩ થી ૧૭ એપ્રિલમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળોની શક્યતા રહેશે તેમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું. ગરમી અંગે જોઈએ તો ધીરે ધીરે ગરમી વધે. તા.૩ થી ૭માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના ખરી. પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે.

રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવે. આ અરસામાં ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધે. જ્યારે તા.૧૦ એપ્રિલથી ગરમી જોર પકડે. ૧૬મી એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય. જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આકરી ગરમી પડે.

ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી પડે. ગરમીનું જોર ૧૦મી પછી વધે. આ અરસામાં હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતોનું પણ પ્રમાણ વધે. જેના લીધે મધ્ય ભારત, દક્ષિણ ભારત, આંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપના ભાગો અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે અને આ ગાળામાં ગરમીના લીધે ધૂળભરી આંધી ઉત્તર ભારતના ભાગો, કચ્છ અને રાજસ્થાનના ભાગોને પ્રભાવિત કરી શકે અને ધુંધળું ધૂળકટવાળું વાતાવરણ બની જાય. તા.૨૦મી એપ્રિલ સુધીમાં કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદ કે કરાં પડવાની શક્યતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન