Meteorologist Ambalal Patel made a big rain forecast by observing the movements of the planets, 5 rain systems activated simultaneously
  • Home
  • Featured
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નક્ષત્રોની ચાલને જોઈ કરી મોટી આગાહી, એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નક્ષત્રોની ચાલને જોઈ કરી મોટી આગાહી, એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય

 | 8:28 am IST

હાલના સમયે દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો ટર્ફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયેલો છે. આ કારણે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રમાં આગામી 4 દિવસોમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

બીજી બાજુ હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને નર્મદા, પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે. 

7મી તારીખ સુધીમાં આહવા, ડાંગ, વલસાડમાં દસ ઈંચ સુધી વરસાદની આગાહી

રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવામાં છે. દરિયાકિનારાના ભાગોમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થવામાં છે. આમ છતાં રાજ્યના ઘણા ભાગો હજુ પણ વરસાદ સારો થવામાં નથી. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. અરબી સમુદ્રનું વહન અને બંગાળના ઉપસાગરના વહન વચ્ચે ખાંચો પડતો હોવાથી તેમજ બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ ફરક્કા લઈને ન આવતો હોવાથી ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો સુધી વહન પહોંચી શકતું નથી. સિંધ પ્રાંત રજપૂતાનામાં અને મધ્ય પ્રાંતમાં હવાનું દબાણ હોવા છતાં હજુ રાજ્યના ઘણા ભાગો સારા વરસાદના વાવડ નથી.

આજે અષાઢ સુદ પૂનમનો ચંદ્ર જો વાદળોમાં ગરકાવ લે અને લીલો ભેજમય ઉગે તો રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ આવી શકે. અષાઢી પૂનમના ચંદ્રને ગામઠી ભાષામાં હાંડો કહેવામાં આવે છે. એટલે પૂનમે વાદળા બરાબર હોવા જોઈએ. અષાઢ વદ આઠમના ચંદ્રને ખાડો કહેવામાં આવે છે. તારીખ 7 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગ આહવા, ડાંગ, વલસાડ તેમજ દરિયાકિનારાના ભાગો સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, બારડોલી, ભરૂચના ભાગોમાં પણ વરસાદ થાય. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં દસ ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની ધારણા રહે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ ભારે વરસાદ પડે. ગીર, જૂનાગઢના ભાગો વરસાદથી તરબોળ બને. પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ પડે. કચ્છમાં પણ વરસાદ પડે. સોરઠના ભાગો અને ભાવનગરમાં વરસાદ પડે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલે, સાપુતારા, અમદાવાદ, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, સિદ્વપુર, પાટણ, કડી પંથકમાં પણ વરસાદની શક્યતા રહે. સાણંદ, બાવળાના ભાગો, બેચરાજી, માંડલના ભાગોમાં પણ વરસાદની શકયતા રહે.

જો કે પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે. પરંતુ પુનર્વસુ નક્ષત્રનું પાણી કૃષિપાકો માટે સારું ગણાતું નથી. આથી જમીન ભીની હોય તો કૃષિ કાર્યો કરવા સારા નહીં. વરાપ થયે કૃષિકાર્યો કરવા સારા રહે. જુલાઈ તા.૧૫ થી ૨૨ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું, તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

કચ્છ પર સર્જાયેલા લોપ્રેસરના પગલે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ ભુજ સહિત જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. આવું જ વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી રહેશે તેવું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કચ્છમાં મેઘરાજાએ થોડા દિવસ વિરામ રાખ્યા બાદ શનિવારથી છુટો છવાયો વરસાદ પડવાનો શરૂ થયો હતો. રવિવારે પણ જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં વરસાદ પડયો હતો જેના પગલે અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોએ રાહત મેળવી હતી. બીજી તરફ વધુ વરસાદની રાહ જોઇ રહેલા કચ્છીમાડુઓ માટે આનંદના સમાચાર એ છે કે હજુ પાંચ દિવસ સુધી કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે, કેમ કે કચ્છ પર લો પ્રેસર બનેલું છે. જેના કારણે કચ્છ તેમજ કચ્છની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસાવશે.

આ અંગે હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, કચ્છ પર સર્જાયેલું લો પ્રેસર હજુ ચાર-પાંચ દિવસ સુધી રહેશે. જેના કારણે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. લો પ્રેસર કે જે થોડું આગળ વધીને વેલ માર્કડ લોપ્રેસરમાં કન્વર્ટ થશે પરંતુ તેથી આગળ વધશે નહીં. વેલ માર્કડ લો પ્રેસરમાં જતાં જ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાશે. હવાની ગતિ ૧૦ થી વધીને ૧૫ થી ૨૦ કિમી પ્રતિકલાકની થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ હતી.

આ પણ જુઓ વીડિયો: જાણો કઈ શાસ્ત્રોક્ત વિધિથી અને ક્યારે માતાજીને ધરાવવો જોઈએ નૈવેદ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન