શીતળા સાતમે બનતા 'મેથીના થેપલા'ને આ રીતે આપો ટ્વિસ્ટ - Sandesh
  • Home
  • Food & Travel
  • શીતળા સાતમે બનતા ‘મેથીના થેપલા’ને આ રીતે આપો ટ્વિસ્ટ

શીતળા સાતમે બનતા ‘મેથીના થેપલા’ને આ રીતે આપો ટ્વિસ્ટ

 | 3:44 pm IST

કાલે શીતળા સાતમ હોવાથી મોટા ભાગના ઘરોમાં લોકો ઠંડુ ખાશે. જો કે દરેક ગૃહિણીઓ આજે પોતાનો આખો દિવસ રસોડામાં ગાળશે. પરંતુ કાલ માટે તમારે એવી વાનગીઓ બનાવવી પડશે કે જે બગડી ન જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે. તો અમે તમારી આ વાતને ધ્યાનમાં રાખીને આજે લાવ્યા છીએ મેથીના થેપલાની રેસિપી, જે કાલે વાસી પણ નહિં થાય અને ખાવાની પણ મજા આવશે.

સામગ્રી
મેથીની ભાજી- 1/2 ઝૂડી
ઘઉંનો લોટ- 2 વાટકી
ચણાનો લોટ- 1 વાટકી
લસણની ચટણી- 2 ચમચી
ધાણાજીરું- 2 ચમચી
મીઠું- સ્વાદાનુસાર
હળદર- 1 ચમચી
જીરું-1 ચમચી
તેલ- 2 ચમચી લોટ બાંધવા
પાણી જરૂર મુજબ

બનાવવાની રીત
સૌ પ્રથમ મેથીને વ્યવસ્થિત ધોઈને સમારી લેવી,  ત્યારબાદ એક લોટ બાંધવાના વાસણમાં મેથી લઇ તેમાં ઘઉં તથા ચણાનો લોટ ઉમેરવો, અને તેમાં હળદર, મીઠું, લસણની ચટણી, ધાણાજીરું, તેલ, જીરું આ બધું નાખી તેને હાથ વડે મિક્સ કરવું, ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવો, આવી રીતે કઠણ લોટ બાંધવો, હવે આ લોટમાંથી એકસરખા લુવા તૈયાર કરવા, તેને જરૂર પડે તો લોટ લગાડીને વણતા જવું, સાથે એક તવો ધીમા તાપે ગરમ કરવા મુકવો, અને તવો ગરમ થાય એટલે તેમાં વણેલું થેપલું નાખીને તેની ફરતે ધીમી ધારે એક ચમચી તેલ નાખવું, પછી થોડું શેકાય એટલે તેને બીજી બાજુ ફેરવીને તાવેતા વડે દબાણ આપતા શેકી લેવું, આમ જરૂર પડે તો ફરી અડધી ચમચી તેલ લઇ એક-બે વાર તેને ફેરવી શેકી લેવું, આવી રીતે બધા થેપલા વણીને ધીમા તાપે તેલ નાખતા જઈ શેકી લેવા. તો તૈયાર છે ‘મેથીના થેપલા’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન