#MeToo India: 10 Indian Celebs Accused Of Sexual Harassment
  • Home
  • Entertainment
  • Bollywood
  • 10 સેલિબ્રિટી જેમના પર લાગ્યા યૌનશોષણનો આક્ષેપ, એકની ઉપર તો બ્લાઉઝમાં હાથ નાંખવાનો આરોપ

10 સેલિબ્રિટી જેમના પર લાગ્યા યૌનશોષણનો આક્ષેપ, એકની ઉપર તો બ્લાઉઝમાં હાથ નાંખવાનો આરોપ

 | 3:18 pm IST

દુનિયાભરમાં હચમચાવનાર કેમ્પેઇન #MeToo અંતર્ગત હવે એક પછી એક સેલિબ્રિટીના નામનો ખુલાસો થઇ રહ્યો છે. દેશમાં કેટલીય એવી સેલિબ્રિટી છે જેમના જાતીય શોષણનો આરોપ મૂકાયો છે. તો આવો અમે આવી જ 10 સેલિબ્રિટી અંગે આપને જણાવીએ.

1. વરુણ ગ્રોવર: સંગીતકાર અને લેખક વરુણ ગ્રોવર પર બનારસ હિંદુ યુનિર્વિસટીની પૂર્વ વિર્દ્યાિથનીએ યૌનશોષણનો આક્ષેપ કર્યો હતો પરંતુ વરુણ ગ્રોવરે આ આક્ષેપનું જોરદાર રીતે ખંડન કર્યું હતું.

2. આલોકનાથ: ખ્યાતનામ લેખક વિન્તા નંદાએ સંસ્કારબાબુ ગણાતા અભિનેતા આલોકનાથ પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો હતો. નંદાએ એવો આક્ષેપ કર્યો કે આજથી બે દાયકા પહેલાં આલોકનાથે તેમનું યૌનશોષણ કર્યું હતું.

3. ગૌરાંગ દોશી: તાજેતરમાં રિલીઝ થયેલી એક ફિલ્મમાં ભૂતનો અભિનય કરનાર બોલિવૂડ અભિનેત્રી ફ્લોરા સૈનીએ ફિલ્મનિર્માતા ગૌરાંગ દોશી પર યૌનશોષણનો આક્ષેપ કર્યો હતો. ફ્લોરા સેનીએ જાહેરમાં ગૌરાંગ દોશી પર આક્ષેપ કર્યો હતો.

4. નાના પાટેકર: અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર હોન ઓકે ફિલ્મના સેટ પર અભદ્ર વર્તણૂકનો આક્ષેપ કરતાં ખળખળાટ મચ્યો હતો, જોકે નાના પાટેકરે આ આક્ષેપનું જોરદાર રીતે ખંડન કર્યું હતું.

5. વિવેક અગ્નિહોત્રી: દત્તાએ એવો આક્ષેપ કર્યો કે 2005ની સાલમાં એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન વિવિક અગ્નેહોત્રીએ તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. અગ્નિહોત્રીના વકીલે આ આક્ષેપનું ખંડન કર્યું હતું.

6 વિવેક બહેલ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મનિર્માતા વિવેક બહેલ પર એવો આક્ષેપ કર્યો હતો કે વિવેકે એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન તેનાં બ્લાઉઝમાં હાથ નાંખ્યો હતો અને મને બળજબરીપૂર્વક પકડતો હતો.

7. ઉત્સવ ચક્રવર્તી: મુંબઈના કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર એક મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્સવ ચક્રવર્તી તેને અશ્લીલ મેસેજ મોકલીને તેને ટોપલેસ ફોટા મોકલવાનું દબાણ કરતો હતો.

8. ચેતન ભગત: ભારતના સૌથી વધુ વંચાતા લેખક ચેતન ભગત પણ એક મહિલા સાથે વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. એક મહિલાએ ચેતન ભગત સાથેના તેમના ફોટા વોટ્સએપ પર શેર કર્યા હતા, ત્યારબાદ ચેતન ભગતે માફી માંગી હતી.

9. રજત કપૂર: બે મહિલાઓએ રજત કપૂર પર યૌનઉત્પીડનનો આક્ષેપ કર્યો હતો. પીડિતાઓએ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી હતી.

10. કૈલાસ ખેર: એક મહિલા પત્રકારે ગાયક કલાકાર કૈલાસ ખેર પર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે કૈલાસ ખેર અવારનવાર મારા સાથળ પર હાથ ફેરવતા હતા. કૈલાસ ખેરે આ આક્ષેપનું ખંડન કર્યું છે.