metoo-rajat-kapoor-tray-to-heresment
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: રજત કપૂરે 8 વાર ચુમવાની કોશિશ કરી, ‘બાબુજી’ પર પણ ત્રીજો આરોપ લાગ્યો

#MeToo: રજત કપૂરે 8 વાર ચુમવાની કોશિશ કરી, ‘બાબુજી’ પર પણ ત્રીજો આરોપ લાગ્યો

 | 3:21 pm IST

થોડા દિવસો પહેલા તનુશ્રી દત્તાએ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે છેડછાડ કરી તે માટે 10 વર્ષના લાંબા સમય પછી તનુશ્રીએ ખુલ્લેઆમ જાહેર કરતા આ મામલો ખુબજ ચર્ચાયો હતો. આ ઘટનાના પડઘમ એટલા વાગ્યા કે સમગ્ર ભારતમાં #MeTooનો મામલા સામે આવવા લાગ્યા. અત્યારસુધીમાં કેટલીયે મહિલાઓએ પોતાની સાથે થયેલી છેડછાડ કે જબરજસ્તીની વાતો સામે આવી છે. અત્યારસુધીમાં નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ અને વરૂણ ગ્રોવરના નામો સામે આવતા ચકચાર મચી છે.

આ બાજુ સંસ્કારી અને બાબુજીના ઉપનામથી મશહુર આલોકનાથ પર એક ત્રીજી મહિલાએ આરોપ લગાવ્યો છે. એકટ્રેસ સંધ્યા મૃદુલે આરોપ લગાવ્યો છે કે તેની કેરિયરની શરૂઆતમાં આલોકનાથે તેનું શોષણ કર્યુ હતુ. મૃદુલાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ લખી અને આલોકનાથ મામલે વિનતા નંદાનો સપોર્ટ કર્યો.

રજત કપૂરે 8 વાર ચુમવાનો પ્રયાસ કર્યો

રજત કપૂર પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આરોપો બાદ એક્ટરે માફી પણ માંગી હતી. રજત કપૂર પર તેની સાથે કામ કરી ચુકેલી એક બીજી મહિલાએ પણ આરોપ લગાવ્યા હતાકે જ્યારે તે 20 વર્ષની ઉંમરે મુંબઇ આવી ત્યારે તેની મુલાકાત રજત સાથે થઈ હતી. આ અનુભવ ખુબજ ડરામણો છે, તેણે જણાવ્યુ કે રજત મારી સાથે જબરજસ્તી કરવા લાગ્યો. મને મારા ઘરે મુકવા આવવાના બહાને ખરાબ રીતે સ્પર્શ કરવા લાગ્યો. એકવાર નહી આઠવાર તેણે મને ચુમવાનો પ્રયાસ કર્યો. અંધારી જગ્યા પર કાર રોકી મને રજત હેરાન કરવા લાગ્યો આ સમયે હું ખુબ જ ડરી ગઈ હતી. મહિલાની આપવીતીને સંધ્યા મેનને સ્ક્રીન શોટ સાથે શેર કરી છે. ફેન્ટમ ફિલ્મ્સ બંધ થવાનું કારણ વિકાસ જ છે.

વિકાસ બહેલે અનુરાગ કશ્યપને નોટિસ પાઠવી

એક રિપોર્ટ અનુસાર વિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર સમગ્ર મામલે તેની ઈજ્જત ઉછાળવા બદલ તેમજ તેની છબી ખરાબ કરવાના આરોપ સર ઈમેલ કરીને બંનેને નોટિસ પાઠવી હતી. વિકાસે ફક્ત નેગેટિવ કેમ્પિયન ચલાવવાની વાત જ ન કરતા એ દર્શાવવાની કોશીશ કરી હતી કે એ ફેન્ટમને બંધ કરવા પાછળ વિકાસ જ છે.

વિનિતાના આરોપો પર કાયદાકીય કાર્યવાહી કરશે આલોક નાથ

એક રિપોર્ટ અનુસાર આલોક નાથ પણ કાયદાકીય કાર્યવાહી કરવાનું વીચારી રહ્યા છે. આજ રાત સુધીમાં આ વીશે તે વીચારી લેશે. આલોકનાથ કે પછી તેમના વકીલ પ્રેસકોન્ફરન્સ કરશે તેવી પુરી શક્યતા છે.

વિકાસ મામલે અનુરાગે આ આપ્યુ સ્ટેટમેન્ટ

વિકાસ બહલના મામલાને જોઈને અનુરાગ કશ્યપે વધુ એક નિવેદન આપ્યુ છે. જેમાં અનુરાગનું કહેવુ છે કે, હું MAMIને બોર્ડ ઓફ મેમ્બરની તમામ ડ્યૂટી પરથી મારૂ નામ પરત લઇ રહ્યો છુ. બીજી વાત એ સ્પષ્ટ કરૂ છું કે મારા પર લાગેલ તમામ આરોપોને હું ફગાવી રહી છુ. 2015માં થયેલા મામલે મે કોઈ એક્શન લીધી નથી. ખાસકરીને હુ એવા લોકોને સફાઇ આપવામાંગુ છુ જે લોકો કાયદાકીય નિયમોને જાણતાનથી. મે કેયલીયે મહિલાઓ સાથે કામ કર્યુ છે, કેયલીયે મહિલાઓ મારી સાથે કામ કરે છે. મારી એ તમામ પ્રત્યેની મારી જવાબદારી છે. તે તમામ મહિલાઓ મને સારી રીતે સમજે છે. આ એવો સમય છે જેમાં મારે પોતાની અંદર ઝાખવાની જરૂર છે.

અત્યાર સુધીમાં નાના પાટેકર, આલોકનાથ, અભીજીત ભટ્ટાચાર્ય, વેરામુથુ, ચેતન ભગત, વિવેક અગ્નીહોત્રી, રજત કપૂર, કૈલાશ ખેર, ગૌરાંગ દોશી, ઉત્સવ ચક્રવર્તી, તન્મય ભટ્ટ, વરૂણ ગ્રોવર પર આરોપ લાગ્યા છે.