મેટ્રો અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા લોકલ બની લાઇફલાઇન - Sandesh
  • Home
  • Mumbai
  • મેટ્રો અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા લોકલ બની લાઇફલાઇન

મેટ્રો અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા લોકલ બની લાઇફલાઇન

 | 1:38 am IST

। મુંબઈ ।

મેટ્રોના કામને કારણે મુંબઈની સ્પીડમાં જાણે બ્રેક લાગી ગઇ છે. ઘડિયાળના કાંટા પર ચાલી રહેલું શહેર સુષુપ્તાવસ્થામાં ધકેલાઇ ગયું છે. મેટ્રોના કામને કારણે રસ્તાઓની હાલત બિસમાર થઇ ગઇ છે. આખા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મેટ્રોનાં કામ ચાલી રહ્યાં છે અને તેને કારણે રસ્તાઓ પર બેરિકેડ્સ લાગેલા છે. અંધેરી ગોખલે બ્રિજની દુર્ઘટના બાદ અનેક રેલવેના ઓવરબ્રિજ પર પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ છે.  આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા તોતિંગ વધારા બાદ લોકોએ પોતાની માલિકીનાં વાહનોનો વપરાશ બંધ કરી દીધો છે. બોરીવલીમાં રહેતા વિમલ જોશી કમલા મિલ ખાતે આવેલી તેમની ઓફિસમાં આવવા માટે કારનો વપરાશ કરતા હતા, પણ હવે તેઓ એસી લોકલમાં મુસાફરી કરીને ઓફિસ આવે છે. આને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા ૬.૫૧ ટકા વધી ગઇ છે. જોકે રેલવેની કમાણીમાં પણ ૮.૮૦ ટકાનો વધારો નોંધાયો છે.  મેટ્રોને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાને કારણે કારમાલિકોએ હવે પોતાની કારને બદલે ટ્રેનમાં જવાનું મુનાસિબ માનતાં લોકલ ટ્રેનના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે તો બીજી બાજુ ટેક્સીચાલકોની આવકમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.  વેપારીઓ દહીંસર હાઇવેથી દવા બજાર, વાડી બંદર, ભૂલેશ્વર અને મસ્જિદ બંદરમાં આવવા માટે ટેક્સી કરતા હતા. તેઓની ટેક્સીઓ અને ભાડાં બંને ફિક્સ રહેતા હતા, પણ થોડા મહિનાઓથી મેટ્રોનાં કામને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ હોવાને કારણે વેપારીઓ પણ ટ્રેનમાં જ જવાનું પસંદ કરે છે.

;