NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • MI VS KKR LIVE: મુંબઈએ ટોસ જીતીને કોલકતાને આપી બેટિંગ, થશે ફાઈનલ માટે ઘમાસણ

MI VS KKR LIVE: મુંબઈએ ટોસ જીતીને કોલકતાને આપી બેટિંગ, થશે ફાઈનલ માટે ઘમાસણ

 | 7:48 pm IST

IPL-10ની બીજી ક્વોલિફાયર મેચ આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગલુરૂમાં રાત્રે 8 કલાકથી રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને કોલકતાને બેટિંગનું આમંત્રણ આપી દીધું છે. આજની સેમીફાઈનલ રોમાંચક બની રહેશે. આ બંને ટીમો પહેલા લિંગ રાઉન્ડમાં બે વખત ટકરાઈ ચૂકી છે.

આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોચી જશે જ્યાં તેનો મુકાબલો 21 મેએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સે ગત મેચ (ક્વોલિફાયર-1)માં પૂણે વિરૂદ્ધ 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતા ગત મેચ (એલિમિનેટર)માં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવી અહી પહોચી છે.

બે વાર હરાવી ચૂક્યું છે કોલકતાને મુંબઈ
લીગ રાઉન્ડમાં રમાયેલ બન્ને મેચમાં મુંબઇએ કોલકાતાને હરાવ્યું છે. રોહિતની ટીમે પોતાના ઘરેલૂ મેદાન વાનખેડેમાં રમાયેલ મેચમાં કેકેઆરને 4 વિકેટથી હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં તેને કોલકાતાને તેના ઘરેલૂ મેદાન ઇડન ગાર્ડન પર 9 વિકેટે હરાવ્યું હતું.

1