IPL-2018: સૌથી મોટો બદલાવ, MIનો થયો રાહુલ તો KXIPનો થયો પંડ્યા ! Video - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: સૌથી મોટો બદલાવ, MIનો થયો રાહુલ તો KXIPનો થયો પંડ્યા ! Video

IPL-2018: સૌથી મોટો બદલાવ, MIનો થયો રાહુલ તો KXIPનો થયો પંડ્યા ! Video

 | 2:35 pm IST

IPLની 50મી મેચમાં તે વખતે રમતની ભાવનાનો એક મહત્વનું ઉદાહરણ જોવા મળ્યું કે, જ્યારે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે એક-બીજાની જર્સી પહેરી હતી. હકીકતમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં હારનો સામનો કર્યા પછી KXIPની ટીમને પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પંજાબ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહેલો રાહુલ અને મુંબઈના હાર્દિક પંડ્યાએ ટીશર્ટ એક્સચેન્જ કરી રમતની ભાવનાનો પરિચય આપ્યો છે. આ દરમિયાન સૌથી રોચક વાતતો એ હતી કે પાતળા હાર્દિક પંડ્યાને લોકેશ રાહુલની ટીશર્ટ થઇ ગઈ હતી, પરંતુ રાહુલને પંડ્યાની ટીશર્ટ પહેરવામાં ખુબ મહેનત કરવી પડી હતી. પંડ્યાએ રાહુલને મદદ કરી હતી.

આ બાબત પર રાહુલે જણાવ્યું કે આવું ફૂટબોલમાં વધારે જોવા મળે છે. હું અને હાર્દિક સારા ફ્રેન્ડ છે અને મને ટીશર્ટ કલેક્ટ કરવી પસંદ છે. હાલાંકી, આ બાબત પર અમે પહેલા વાત કરી નહતી. આ બધું એમ જ થઇ ગયું. મેચ પછી જ્યારે અમે મળ્યા તો હાર્દિકે મારી પાસેથી ટીશર્ટ માંગી તો મને સારું લાગ્યું.

આવી IPL-7 (IPL-2014)માં પણ જોવા મળ્યું હતું. જ્યારે ટુર્નામેન્ટની મેચમાં શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ખુબ રોમાંચક મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 3 વિકેટથી હરાવ્યું હતું.

પોતાની ટીમની બીજી ટુર્નામેન્ટ જીતની ખુશી પર શાહરૂખ ખાને પંજાબની ટીશર્ટ પહેરી હતી અને ગ્રાઉન્ડ પર ગુલાટી પર મારી હતી. તમને જણાવી દઈએ કે પંજાબની કો-ઓનર પ્રીતિ ઝીંટા છે અને પ્રીતિ અને શાહરૂખ સારા દોસ્ત પણ છે. આ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.