miami zoo gorilla sign language viral video on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: 6 ઓડકાર આવે એટલું ખાવા છતાં મોહનથાળ બૂચ મારનારને ગોરીલા કંઈક સંકેત આપે છે

VIDEO: 6 ઓડકાર આવે એટલું ખાવા છતાં મોહનથાળ બૂચ મારનારને ગોરીલા કંઈક સંકેત આપે છે

 | 12:30 pm IST

આપણે અહીંયા એવું અવલોકન ઘણીવાર કર્યું હશે કે લોકો લગ્નમાં કે પછી કોઈ ઈવેન્ટમાં મીઠાઈ બૂચ મારતા નજરે ચઢે છે. ભરપેટ જમીને 6 ઓડકાર ખાઈને પછી પણ આવું કારનામું કરતા ન શરમાતા લોકો માટે આ વીડિયો ખાસ કંઈક કહેવા માગે છે.

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ સમજી જશો કે ગોરીલા કેટલા હોશિયાર હોય છે. આ વાયરલ વીડિયોમાં ગોરિલો હાવભાવથી વાતો કરતી જોવા મળી હતી. આ ક્લિપ મિયામી જુની છે લોકો આ ગોરીલાને સૌથી સમજદાર ગણાવી રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે આ વીડિયો 2013માં રેકોર્ડ થયો હતો. પરંતુ હવે તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર મૂકવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર એક પ્રેક્ષક ગોરીલાને ખોરાક આપતો હતો. તો ગોરીલાએ ઇશારો કર્યો કે હવે મારે નથી જમવું. મારુ પેટ ભરાય ગયું છે. દર્શકે સમજી લીધું કે તેણે ખોરાકનો ઇનકાર કરવાનો ઈશારો કર્યો છે. આ વીડિયોને 3 નવેમ્બરના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. 4 હજાર લાઈક્સ અને 800 થી વધુ રી-ટ્વીટ્સ થઈ ચૂક્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન