Michael Clarke Says Bumrah Holds the key of India's World Cup
  • Home
  • Sports
  • Cricket
  • પૂર્વ વિશ્વ વિજેતા ચેમ્પિયન કેપ્ટનનો દાવો, ભારતના આ ખેલાડીના હાથમાં છે વર્લ્ડ કપની ચાવી

પૂર્વ વિશ્વ વિજેતા ચેમ્પિયન કેપ્ટનનો દાવો, ભારતના આ ખેલાડીના હાથમાં છે વર્લ્ડ કપની ચાવી

 | 12:24 pm IST

ઓસ્ટ્રેલિયાના 2015ના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્કે દાવો કર્યો છે કે, ટીમ ઈન્ડિયામાં એક ખેલાડી એવો છે કે, જેના હાથમાં ભારતના વર્લ્ડ કપની ચાવી છે. તમને જણાવી દઈએ કે, દુનિયાભરના ક્રિકેટ પંડિત ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપનો મજબૂત દાવેદાર માની રહ્યા છે. ભારતની વાત કરીએ તો, પાંચમાંથી ચાર મેચમાં જીત્યા છે જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

માઈકલ ક્લાર્કે કહ્યું કે, ભારત જો આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે તો, તેની ચાવી જસપ્રિત બુમરાહના હાથમાં છે. જસપ્રિત બુમરાહની શાનદાર બોલિંગના દમ પર ભારત વર્લ્ડ કપ જીતી શકે છે. ક્લાર્કે કહ્યું કે, બુમરાહ ફિટ અને સ્વસ્થ છે. તે વર્લ્ડ કપમાં ભારતની સફળતાની ચાવી હશે. ક્લાર્કે કહ્યું કે, બુમરાહને ખાસ કરીને વોર્નરથી પડકાર મળશે. જે છ મેચોમાં 447 રન બનાવી ચૂક્યો છે.

તો બુમરાહ ખતરનાક બોલર કેમ છે તે અંગેના સવાલ પર ક્લાર્કે કહ્યું કે, બુમરાહ નવા બોલ પર સ્વિંગ અને સીમ બંને લઈ શકે છે. અને વચ્ચેની ઓવરોમાં જ્યારે મદદ નથી મળતી ત્યારે તે પોતાની ફાસ્ટ બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરે છે. તે 150ની સ્પીડ પર બોલિંગ કરી શકે છે. તેના યોર્કર શાનદાર હોય છે, અને રિવર્સ સ્વિંગ મળતાં તે એક જીનિયસ છે.

ક્લાર્કે કહ્યું કે, એક કેપ્ટનને આવા જ બોલરની જરૂર હોય છે. જે જરૂર પડ્યે વિકેટ અપાવી શકે. તે બોલિંગની શરૂઆત કરી શકે છે, 35મી ઓવર નાખી શકે છે અને ડેથ ઓવર પણ. જે ભારતને વર્લ્ડ કપ ફાઈનલ જીતાડી શકે છે. તો કોહલીના વખાણ કરતાં કહ્યું કે, વિરાટની કેપ્ટનશિપ બહુ સારી છે. તે અસાધારણ ક્રિકેટ રમી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન