Michael Jackson's reincarnation! This guy's dance video virender sehwag shared viral social media
  • Home
  • Featured
  • માઇકલ જેક્સનનો પુનર્જન્મ! આ વ્યક્તિનો ડાન્સ વીડિયો થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ

માઇકલ જેક્સનનો પુનર્જન્મ! આ વ્યક્તિનો ડાન્સ વીડિયો થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ

 | 2:53 pm IST

ટીમ ઇન્ડિયાના પૂર્વ ધુરંધર ઓપનર વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. તે ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરે છે. જ્યારે સહેવાગે એક વીડિયો શેર કર્યો છે જેમા તેણે એક વ્યક્તિ માઇકલ જેક્શનના અંદાજમાં જબરદસ્ત ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે.

કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ અનેત તેનાથી જો઼ડાયેલી ગતિવિધિઓ પર હાલ બ્રેક લાગેલી છે. એવામાં ક્રિકેટ જગતની દિગ્ગજ હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કમાલનો ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. સહેવાગે તેને માઇકલ જેક્સનથી જોડી અને લખ્યું, માઇકલ જેક્સનનો પુનર્જન્મ! આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કિંગ ઓફ પોપથી પ્રખ્યાત જેકસન અમેરિકાના પૉપ સિંગર હતા. તેમની મોત 25 જૂન, 2009એ તેમના લોસ એંજિલિસના ઘરમાં હાર્ટ એટેકથી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન